________________
અસ્તિત્વગુણનું જે ક્ષેત્ર છે તેજ ક્ષેત્ર અન્યગુણોનું પણ છે માટે અસ્તિત્વ અને અવગુણો એમ બંને ગુણીસંબંધી એકજ દેશમાં વર્તતા હોવાથી ગુણિદેશવડે અમેદવૃત્તિ જાણવી.
૭. સંસર્ગ-અસ્તિત્વ ધર્મના આધાર ભૂત એવી જે વસ્તુ છે. તે વસ્તુસ્વરૂપની સાથે અસ્તિત્વધર્મનો જે સંસર્ગ (સંપર્ક) છે તે જ સંપર્ક શેષધર્મોનો પણ તે એક વસ્તુ સ્વરૂપની સાથે છે જેમાં અસ્તિત્વનો સંસર્ગ ઘટમાં છે તેમ શેષધર્મોનો પણ સંસર્ગઘટમાં છે આ સંસર્ગવડે અભેદવૃત્તિ થઈ.
પ્રશ્ન :- પૂર્વે ચોથા દ્વારમાં કહેલ સંબંધ અને આ સંસર્ગ (સાતમું) દ્વાર તેમાં શું વિશેષતા છે?
ઉત્તર : દ્રવ્ય અને પર્યાયને વિષે કથંચિત્ ભિન્નભિન્નત્વ છે. તેનું જ બીજી નામ કથંચિ તાદાસ્ય લક્ષણ જેવું સંબંધકાર અને સંયોગ સંબંધ જેવું સંસર્ગદ્વાર છે. તે જયારે અભેદનું પ્રાધાન્યપણું અને ભેદનું ગૌણપણું વિવફાય છે ત્યારે તે સંબંધ તરીકે સમજવો જેમ કે મીઠું ખારું છે, ઘડો લાલ છે, આ મહાત્મા જ્ઞાની છે. ઇત્યાદિમાં અભેદ પ્રધાન છે માટે સંબંધદ્વારમાં તેની ગણના થાય છે.
પરંતુ જ્યારે ભેદનું પ્રધાનપણું અભેદનું ગૌણપણું વિવફાય છે. ત્યારે સંસર્ગદ્વાર એ પ્રમાણે કહેવાય છે જેમકે મીઠામાં ખારાશ, ઘડાનો લાલરંગ મહાત્મામાં જ્ઞાન છે ઇત્યાદિ ભેદપ્રધાન છે એટલે કે તાદાભ્ય જેવો સંબંધ તે ચોથું સંબંધદ્વાર જાણવું અને સંયોગ જેવો જે સંબંધ તે સાતમું સંસર્ગદ્વાર જાણવું. : ૮. શબ્દ=અસ્તિત્વધર્મને સમજાવનાર (વાચક) અસ્તિ શબ્દ જેમ છે તેજ પ્રમાણે અનંતધર્મોના વાચક શબ્દો પણ તેવા તેવા છે કારણ કે ઘટપટાદિ પદાર્થોમાં જેમ તિ' ધર્મ વર્તે છે અને તેનો વાચક “ગતિ' શબ્દ છે તે જ રીતે અનંત ધર્મો પણ તેમાં છે અને તે ધર્મોના વાચક તેવા શબ્દો પણ છે તેથી શબ્દની અપેક્ષાએ અસ્તિધર્મની સાથે અમેદવૃત્તિ થઈ છે.
આ રીતે પર્યાયાર્થિકનયની ગૌણતા થાય અને દ્રવ્યાર્થિક નયની પ્રધાનતા થાય ત્યારે આ અભેદવૃત્તિ આઠ પ્રકારે કાલાદિભેદ દ્વારા ઘટી શકે છે. જ્યારે દ્રવ્યાર્થિકનયની ગૌણતા થાય અને પર્યાયાર્થિકનયનું પ્રધાનપણું થાય ત્યારે ગુણોની અભેદવૃત્તિ સંભવી શક્તી નથી. પરંતુ કાલાદિવડે કરીને ભિન્ન એવા
૧૮૭