SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ વળી તમારા હેતુમાં જે વિશેષણ છે “સંપ્રદાય વ્યવછેરે સતિ' તે સંદિગ્ધાસિદ્ધિ દોષવાળું છે તે આ પ્રમાણે આદિવાળા એવા મહેલ વિગેરેના સંપ્રદાય (પરંપરા) વ્યવચ્છેદ પામતા જણાય છે. તો અનાદિ એવા વેદનો હજુ સુધી પણ સંપ્રદાયનો વ્યવચ્છેદ થયો નથી એવું કેવી રીતે માની શકાય? માટે સંશયાત્મક હોવાથી તે વિશેષણ સંદિગ્ધાસિદ્ધિ દોષવાળુ જાણવું એટલે કે જે આદિવાળા કાર્યો મહેલ આરામ વિહાર વિગેરે તેને થોડો જ કાળ થયો છે, તો પણ સંપ્રદાય વ્યવચ્છેદ પામતો દેખાય છે તો ઘણા લાંબા કાળવાળા એટલે કે અનાદિકાળથી નિત્ય માની લીધેલા એવા વેદો ભૂતકાળમાં એકવાર નહીં અનેકવાર વ્યવછેદ પામેલા સંપ્રદાયવાળા હોઈ શકે, તેથી વિશેષણ પણ સંદિગ્ધાસિદ્ધ કેમ ન બને? તેથી વેદમાં સંપ્રદાયનો અવ્યવછેદ જ હોય એવું કેમ માની શકાય? અર્થાત્ ન માની શકાય માટે સંદિગ્ધાસિદ્ધિ દોષ કહેવાય. ' વળી (વેદોમાંની શ્રુતિના પાઠો તમે વાંચ્યા હશે તેમાં આ પ્રમાણે કહેલું છે) પ્રજાપતિ બ્રહ્મા એ સોમરાજાને બનાવ્યો, તેમાથી ત્રણ વેદો ઉત્પન્ન થયાં, દરેક મનુએ મનુએ આ શ્રુતિ નવી કરાય છે આવા તમારા આગમવચનો વડે પણ વેદનું પૌરુષેયપણું જણાય છે તેથી કેમ કરીને પણ વેદનું અપૌરુષેયપણું સિદ્ધિ પથમા અવતરતું નથી કે જેથી કરીને તેની અત્યંત પ્રમાણતા માની શકાય. તેનો સારાંશ આ પ્રમાણે છે મીમાંસકોએ જે વેદનું અપૌરુષેયપણું જ માનેલું છે તે સિદ્ધ થઈ શકતું નથી કે તેથી તેને પ્રમાણત્વ તરીકે સ્વીકારી શકાય. સાપ્ત પ્રસ્થ તવ રૂપત્તિ* આ પુરૂષનું વચન આગમરૂપ છે તેનું સ્વરૂપ બતાવે છે. वर्णपद-वाक्यात्मकं वचनम्॥ ४-८ ॥ ..तत्र वर्ण वर्णयन्ति સાહિત્રિો વા ૪- વર્ણાત્મક પદાત્મક અને વાક્યાત્મક એવી શબ્દરચના તે વચન કહેવાય છે અકાર વિગેરે પૌદ્ગલિક વર્ણ છે. . पुद्गलैः-भाषावर्गणापरमाणुभिरारब्धः पौगलिकः । एतेन वर्णनित्यत्ववादिनो मीमांसकाः, गगनगुणत्ववादिनो नैयायिकाश्च निरस्ता वेदितव्याः, ૧૪૭
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy