________________
સ્વભાવ હેતુમાં ગણી શકાય છે, અને જ્યાં તદુત્પત્તિ સંબંધ છે ત્યાં કાળના વ્યવધાનવિના અવ્યવહિત પૂર્વેક્ષણ પછી ઉત્તરક્ષણમાં કાર્ય થાય છે અને તે કાર્યક્ષેતુ કે કારણહેતુમાં ગણી શકાય છે પરંતુ પૂર્વચર કે ઉત્તરચર હેતુઓ તાદાભ્યસંબંધ કે તદુત્પત્તિસંબંધ ધરાવતા નથી કારણ કે આ પૂર્વચર અને ઉત્તરચર હેતુઓ સમયસમયભાવી કે અવ્યવહિત પૂર્વોત્તરક્ષણભાવી નથી પરંતુ વ્યવહિત પૂર્વોત્તરકાળવત્તી છે તેથી આ બંને પૂર્વચર અને ઉત્તરચરહેતુનો સમાવેશ સ્વભાવહેતુમાં કે કાર્ય હેતુમાં કે કારણહેતુમાં થતો નથી તેથી તે બંને હેતુને ભિન્ન સ્વીકારવા યોગ્ય છે.
ननु कालव्यवधानेऽपि कार्यकारण भावो भवत्येव जाग्रदबोधप्रबोधयोर्मरणारिष्टयोश्च तथादर्शनादिति प्रतिजानानं प्रज्ञाकर प्रतिक्षिषन्ति
આપણી પૂર્વોક્ત માન્યતાને વિષે કોઇક (બોદ્ધ) જણાવે છે કે કાળનું વ્યવધાન હોવા છતા પણ કાર્ય-કારણભાવ સંભવી શકે છે જેમ કે સુતા પહેલાની જાગૃત અવસ્થાનું જ્ઞાન સુઇને ઉઠ્યા પછીના વર્તમાનકાળના જ્ઞાનમાં કારણ બને છે. તેમજ ભવિષ્યમાં થનારું મરણ વર્તમાનકાળના અપશુકનો જોવામાં કારણ બને છે. આ રીતે પૂર્વચર હેતુ કાર્ય અને કારણમાં સમાઈ શકે છે આવી દલીલનું ખંડન કરતા કહે છે.
न चातिक्रान्तानागतयोर्जाग्रद्दशासंवेदन-मरणयोः प्रबोधोत्पातौ प्रति कारणत्वं, व्यवहितत्वेन निर्व्यापारत्वात्॥ ३-७२॥
અતિક્રાન્ત અવસ્થાભાવી જાગૃતદશાસવેદન તથા અનાગતઅવસ્થાભાવી મરણનું વર્તમાનકાલભાવી પ્રબોધ (સુઈને ઉઠ્યા પછી થનાર જ્ઞાન) પ્રત્યે, અને ઉત્પાત (અકસ્માત થનાર અરિષ્ટ) પ્રત્યે કારણ નથી કારણ કે કાળનું વ્યવધાન હોવાથી (જન્યજનકરૂપે) વ્યાપાર વિનાનો છે.
ननु वर्तमानप्रबोधं प्रति अतीतस्य जाग्रद्दशासंवेदनस्य, एवं सांप्रतिकं धुवाऽवीक्षणादिकमरिष्टं प्रति अनागतस्य मरणस्य कारणत्वदर्शनात् कालव्यवधानेपि कार्य-कारणभावो भवेत्येवेति वदन्तं निराकुर्वन्नाहुः-न चेत्यादि
૧ ૨)