________________
“પર્વતો વઢિમા ધૂમત'' આ અનુમાનમાં પક્ષ અને હેતુ આ બે અવયવ જ શ્રોતામાં રહેલા જ્ઞાન પ્રત્યે કારણ છે. દષ્ટાન્ત આદિ વચનોની જરૂરિયાત નથી. આદિપદવડે ઉપનય-નિગમન આદિ પણ જરૂરી નથી, એમ સમજી લેવું. આ પ્રમાણે કહેવાથી જે અનુમાન પ્રયોગમાં વ્યાતિજ્ઞાન જણાવવા પૂર્વક દષ્ટાન્તવચનથી યુક્ત પક્ષધર્મતારૂપ ઉપસંહાર અને ઉપનય રૂપ બે અવયવો બૌદ્ધો માને છે અને પક્ષ હેતુ દૃષ્ટાન્ત ઉપનય અને નિગમન સ્વરૂપ પાંચ અવયવવાળુ વાક્ય નૈયાયિકો અને વૈશેષિકો માને છે એઓની માન્યતાનું ખંડન જાણવું.
વ્યુત્પન્નમતિવાળા શ્રોતાની અપેક્ષાએ પક્ષ અને હેતુ બે અવયવોનો પ્રયોગ જાણવો અને અતિવ્યુત્પન્નમતિવાળા શ્રોતાની અપેક્ષાએ “ધૂમ અહીં વિદ્યમાન છે” એ પ્રમાણે હેતુના પ્રયોગ માત્રથી જ અનુમાન થાય છે. તેમજ મંદમતિવાળાઓને સમજાવવા માટે દૃષ્ટાન્ત ઉપનય-નિગમન (પક્ષહેતુ સહિત) પાંચે અવયવોનો પ્રયોગ કરવા યોગ્ય છે એમ આગળ ગ્રન્થકારશ્રી સૂત્ર ૪રમાં કહેશે. (તથા ન સમજાય એવા બાલ જીવો માટે દસ અવયવોનો પ્રયોગ પણ જરૂરી બને છે.)
વિશેષાર્થ: પોતાને થયેલ બોધ પરને કરાવવામાં પરાર્થ-અનુમાનની જરૂરિયાત છે. હવે તે બોધ પૂરને કોઈ એક જ પ્રકારે થાય એવો તો આગ્રહ રાખી શકાય નહીં, પરંતુ સામેના વ્યક્તિને સુખે પદાર્થનું ભાન થાય ત્યાં સુધી ભાન કરાવનાર વ્યક્તિને તેના ખુલાસા કરવા જોઇએ અને તે ખુલાસા જુદી જુદી વ્યક્તિને અનુસરીને કોઈને એક બે ત્રણ પાંચ અને છેવટે વધુમાં વધુ દસ અવયવોની પણ અપેક્ષા રાખે છે. આ ખુલાસાઓને જ અનુમાનના અવયવ તરીકે પ્રમાણ મનાય છે તેથી આ અવયવોની નિયત સંખ્યાનો એકાંતે આગ્રહ રાખવો તે અયોગ્ય છે. પરંતુ, જેને એક જ અવયવથી કે બે અવયવોથી બોધ થઈ જતો હોય તેને વધારે અવયવો જણાવવા નિરર્થક છે.
पक्षप्रयोगें प्रतिष्ठाप्य हेतुप्रयोगप्रकारं दर्शयन्ति – હેતુના પ્રકારો જણાવે છે. હેતુwયોતિથીપપીચથીનુપત્તિધ્યાતિપ્રાર: છે રૂ-૨૧ II
‘તથીપપત્તિ' (સાધ્ય હોય તે જ હેતુ હોય) અન્યથા “અનુપપત્તિ' (સાધ્ય ન હોય તો હેતુ ન હોય) એમ બંને વડે કરીને હેતુનો પ્રયોગ બે પ્રકારે છે.
૯૭