________________
અપ્રતીત અનિરાકૃત અને અભિપ્સિત (આ ત્રણ ગુણોવાળું) જે હોય તે સાધ્ય છે. '
अप्रतीतम् अनिश्चितम्, अनिराकृतम्-प्रत्यक्षादिप्रमाणैरबाधितम्, अभीप्सितम्-साध्यत्वेनेष्टम्, साध्यं भवतीति शेषः ॥ १४ ॥
જે અપ્રતીત હોય એટલે કે પક્ષમાં છે જ એવો નિર્ણય ન હોય. જે અનિરાકૃત-પ્રત્યક્ષાદિ પ્રમાણ દ્વારા પક્ષમાં જે સાધ્યની બાધા ન આવતી હોય. અભીક્ષિત-પક્ષમાં સાધ્ય તરીકે સાધવા સાધકના મનને ઇષ્ટ હોય તે સાધ્ય કહેવાય છે. જે વસ્તુ પક્ષમાં પ્રસિદ્ધ ન હોય, નિષિદ્ધ ન હોય તથા સાધવાને ઇષ્ટ હોય તે સાધ્ય કહેવાય છે.
મwતતિલં સમર્થને – સાધ્યની વ્યાખ્યામાં બતાવેલ “અપ્રતીત' પદનું સમર્થન કરે છે.
शङ्कितविपरीतानध्यवसितवस्तूनां साध्यताप्रतिपत्त्यर्थमપ્રતીતવનમ્ II રૂ-૧૫ /
શંકિત વિપરીત અને અનધ્યવસિત હોય તેવી વસ્તુઓનું સાધ્યત્વ સમજવા માટે અપ્રતીત શબ્દ કહેલો છે. ...अनन्तरसूत्रे 'अप्रतीतम्' इति वचनाऽभावे शङ्कितविषयाणां विपरीतनामनध्यवसित( अनिश्चित )वस्तूनां साध्यत्वं न स्याद्, इत्यप्रतीतवचनम् ॥ १५ ॥
પૂર્વસૂત્રમાં કહેલા અપ્રતીત વચનના અભાવમાં શંકાવાળું વિપરીતબોધવાળું, અને જેમાં વસ્તુ જણાઈ નથી એવા અનિશ્ચિતવસ્તુઓનું (સમારોપવાળી વસ્તુઓનું) સાધ્યપણું ન થાય એટલે અપ્રતીત શબ્દ મૂકેલો છે.
વિશેષાર્થ પોતાને કે બીજાને જે વસ્તુ પ્રસિદ્ધ હોય છે, તો કોઈ સાધવા માટે પ્રયત્ન કરે જ નહિ જેમ કે- સાકર ગળી છે એવું સિદ્ધ કરવા કોઈ પ્રયત્ન ન કરે પરંતુ દૂધ મીઠું છે કે મોળું? તે દૂધમાં અનિશ્ચિત છે માટે તેનો નિર્ણય કરે. તેમ જેને માટે શંકા હોય કે જેને વિષે ઉલટો બોધ થયો હોય કે જે વસ્તુ સર્વથા જાણી જ ન હોય તે સિદ્ધ કરવામાં આવે છે. તેને અપ્રતીત સાધ્ય કહેવાય છે.
૮૫