________________
(૩) અવયવ-અવયવીભાવ સંબંધ-વિદ્યાર્થીનું મોઢું છાત્રસ્ય મુદ્યમ્। હાથની આંગળી હસ્તસ્ય અકુતિઃ વિ..
(૪) સમૂહ-સમૂહિભાવ સંબંધ - બકરીઓનું ટોળું. અજ્ઞાનાન્ સમૂહ । ફૂલોનો ઢગલો – પુષ્કાળામુ:। વિ...
(૫) વિકાર-વિકારીભાવસંબંધ – માટીનો ઘડો. કૃત્તિાયા: ઘટ: ।લાકડાનું બારણું - ષિલ્ય દારમ્ । વિ.
આવી રીતે અનેક પ્રકારનાં સંબંધમાં નામને ષષ્ઠી વિભક્તિ થાય છે. અને આ વિભક્તિને ઉપપદ વિભક્તિ પણ કહેવાય છે.
પ્રશ્ન ૫ અધિકરણ એટલે શું ? કેટલા પ્રકારના ? ક્યા ક્યા ? ઉત્તર ૫ અધિકરણ વસ્તુનો આંધાર. આધાર છ પ્રકારે છે. (૧) વૈયિક (૨) ઔપશ્લેષિક (૩) અભિવ્યાપક (૪) નૈમિત્તિક (૫) સામીપ્ટક (૬) ઔપચારિક
(૧) વૈયિક - જેનું જે સ્થાન છે તે ત્યાં જ રહે બીજે રહેતાં ન દેખાય તેને વૈયિક આધાર કહેવાય. દા.ત. સ્વર્ગે તેવા, આજાશે તારા:, ભૂમૌ મનુષ્યા: વિ...... દેવો સ્વર્ગમાં જ રહે છે., તારા આકાશમાં જ રહે છે. બીજે રહેતા નથી. માટે તેને વૈયિક સક્ષમી કહેવાય.
=
(૨) ઔપશ્લેષિક - વસ્તુનો સંયોગ આધારનાં એક ભાગમાં હોય... આખા આધારમાં વ્યાપીને રહેલો ન હોય. તે આધારને ઔપશ્લેષિક આધાર કહેવાય. દા.ત. ગૃહે તિષ્ઠતિ, માંસને વિશતિ, પલ્ય, સ્વપિત્તિ વિ.... તે ઘરમાં રહે છે, આસન ઉપર બેસે છે, પલંગ ઉપર સૂવે છે... અહીં ઘરનાં એક ભાગમાં જ રહેવાનું હોય છે. તેવી જ રીતે બીજામાં જાણવું.
(૩) અભિવ્યાપક - આધેય તરીકે રહેલી વસ્તુ એના આધારમાં સંપૂર્ણ પણે વ્યાપીને રહી હોય તેને અભિવ્યાપક આધાર કહેવાય છે. દા.ત. તિલેવુ તૈતમ્, ધિવુ ધૃતમ, મધુનિ માધુર્યમ્, વસ્ત્રે શ્વેતત્વમ્, તલમાં તેલ, દહીંમાં ઘી, મધમાં મીઠાશ, વસ્ત્રમાં ધોળાશ.. અહીં તેલ સંપૂર્ણ તલમાં વ્યાપીને રહેલું છે. માટે તેને અભિવ્યાપક આધાર કહેવાય એવી રીતે બીજામાં જાણવું.
26