________________
પ્રશ્ન - ૨ નિ. ૧ શા માટે ?
ઉત્તર - ૨ નિ. ન આપ્યો હોત તો આગળ પા. ૧૭ મિ. ૩થી (નમ્ + = + 7િ) મ ની સાથે મ મળી મા થઈ જાત જેથી નમાન્તિ એવું અશુદ્ધરૂપ થાત...આવું અશુદ્ધ રૂપ ન થાય માટે આ નિયમ આપ્યો છે. નમન્તિ.... / એવી જ રીતે આ.પ. પ્ર. પુ. એ. વ.માં વન્ + અ + - પા. ૧૭. નિ. ૧થી મ+=ો થઈને વર્ચે આવું અશુદ્ધરૂપ થાત. તે ન થાય માટે આ નિયમ આપ્યો છે.
પાઠ-૬
પ્રશ્ન - ૧ સર્વનામ એટલે શું ? એની જરૂર શું ?
ઉત્તર - ૧ નામને બદલે વપરાતું નામ તે...સર્વનામ...અને સર્વનામ એટલા માટે છે કે વારંવાર પોતાનું નામ બોલવું તે ઉચિત નથી. માટે નામની જગ્યાએ સર્વનામનો ઉપયોગ કરાય છે. . - જેમકે :- બધા જ વ્યક્તિઓ પોતાના માટે પોતાના નામને બદલે “હું શબ્દનો પ્રયોગ કરે છે. બીજાને માટે (સામી વ્યક્તિને નામથી નથી બોલાવતા) “તું” શબ્દનો પ્રયોગ કરે છે અને ત્રીજાને માટે (અન્ય કોઈ વ્યક્તિ માટે) “તે' શબ્દનો પ્રયોગ કરે છે એથી કરીને તમામ શબ્દો માટે આ સર્વનામોનો (કસ્મ, યુગ્મ અને તત્ નો) પ્રયોગ કરી શકાતો હોવાથી તેને સર્વનામ કહેવાય છે. અત્યારે શરૂઆતમાં આ ત્રણ સર્વનામો અતિ-ઉપયોગી અને પ્રચલિત હોવાથી તે બતાવ્યા છે બીજા પાઠ ૩પ૩૬માં વિશેષથી બતાવાશે.
પ્રશ્ન - ૨ સંધિ એટલે શું?
ઉત્તર - ૨ તે તે વર્ષોનાં જોડાણથી થતા તે તે વર્ણોના વિશિષ્ટ ફેરફારને સંધિ કહેવાય છે.
.
૩૫