________________
આરાધના વિધિ
શ્રી વીશરણાવાળી, રાજ ઝાયરા
(જ્ઞાનવિમલસૂરિકૃત) (શારદબુધદાઈ એ દેશી) અરિહંત પ્રથમ પદે, લોગસ્સ ચોવીશ બાર, બીજે પદ સિદ્ધ, અડવન પનર વિચાર, પવયણ પદે નવ સગ, સૂરિ પદ છત્તીશ, થિવિરે દશ વાચકે, દ્વાદશ વલી પણવીશ. ૧ ગુટક તિએ ઈગવીશ અને સગવીશ, સાધુ પદ આરાધો, નાણ પદે પણ દમણે સતસઠિ, વિનય પદે દશ સાધો, ચારિત્ર પદે ખટુ સતર કહીએ, બંભ પદે નવ જાણો, કિરિયા તેર અને પ્રણવીસા, બારસ તપ મુનિ આણો. ૨. ગોયમ પદે ઈગદસ, લોગસ્સ દસ જિન નામ, ચારિત્રાપદે સગદસ, નાણે પણ અભિરામ, ઈમ વલી પણ લોગસ્સ, શ્રુતપદે કાઉસ્સગ્ગ કીજે,
પણ લોગસ્સ વીશ, તીર્થપદે પ્રણમી. ૩ ગુટક - ' તિમ કીજે દોર્ય સહસ ગણણું સ્થાનક આરાધીજે, ' વીશ વાર ઈમ વિધિશું કરતાં, તીર્થંકર પદ લીજે,
નામ ફેર દીસે બહુ ગ્રંથ, પણ પરમાર્થ એક, * ઉભય ટંક આવશ્યક જયણા, કીજે ઘરિય વિવેક. ૪. . કાઉસ્સગ્નની વિધિ જે દાખ્યો, તપ આરાધન હેતે,
શાસ્ત્રમાંહી તે નવિ દીસે, તોહિ પરંપરા વિગતે,
ચોથે અથવા છઠે સ્થાનક, કરતાં લહીએ પાર, - ધીરવિમલ કવિ સેવક નય કહે, તપ શિવસુખ દાતાર. ૫.