________________
પૌષધવિધિ
૧૩૦
ऐं नमः 'મહોપાધ્યાય શ્રી યશોવિજ્ય મ.સા.ની સ્તુતિ
' (મૈત્રીભાવનું પવિત્ર ઝરણું : એ રાગ) , ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, જિનવર શાસનના શણગાર
' ધૈર્ય, ક્ષમાને, ગંભીરતાદિ, અનેક ગુણગણના ભંડાર જ્ઞાનયોગને સિદ્ધ કરીને, ખૂબ બઢાવી શાસન શાન
વંદન કરીએ, ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન. ધન્ય કનોડા ધન સોભાગદે ધન નારાયણ ધર્મશ્રા,
ધન સુહગુરુ શ્રી નયવિજયજી ધન ધન એ ધનજી શૂરા, ધન્ય સિંહસૂરિજી જેણે હિત શિક્ષાના દીધાં દાન,
* વંદન કરીએ, ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન .૨ ભર ચોમાસે મૂશળધાર વરસે પાણી દિવસ ને રાત,
“ભક્તામર'ની શ્રવણપ્રતિજ્ઞા કારણ ત્રણ ઉપવાસી માત, સાત વરસના આપે ત્યારે સંભળાવ્યું એ સ્તોત્ર મહાન,
વંદન કરીએ, ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન .૩ કાશીતલ વહેતી ગંગાના કાંઠે નિચ્ચલ ધ્યાન ધરી,
ભગવતી દેવી સરસ્વતીને રીઝવીને વરદાન વરી, ગુરુવર ચરણપસાયે હેજે લાધ્યું આતમ અનુભવ જ્ઞાન,
વંદન કરીએ, ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન ‘સત્તર તેતાલીસ ડભોઈતીર્થે ચરમંચોમાસુ આપ રહ્યા,
- વરસ પંચાવન નિર્મળ સંચમ પાળી યશથી અમર થયા, વ્હેલા બ્રેલા શિવપુર જાવા કર્યું આપે શું શુભપ્રસ્થાન,
- વંદન કરીએ, ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન .૫ પ્રભુની આણા ગૌણ બનીને જ્ઞાનનો મારગ વિરલ બન્યો,
- “શાસન મારું હું શાસનનો' એવો અન્તર્નાદ ઘટ્યો, એવા ટાણે આપના ગ્રંથો ટાળે સંઘનું તિમિર તમામ, . વંદન કરીએ, ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન ભવ વેરાગી ગુરુ ગુણરાગી, પૂર્ણ ભક્ત પ્રભુ શાસનના
ગીતારથ સૌભાગી સજન, પારંગત મૃત સાગરના શિવ સુખદાયક માર્ગના જ્ઞાતા સદા અમારી સાથે રહો
જુગ જુગ જીવો, જય જય પામો, ઉપાધ્યાયજી અમર રહો . ૦ શ્રી જિનશાસનના જ્યોર્તિધર, પ્રબળ પ્રતાપી પુણ્યાત્મા, | *
ન્યાયવિશારદ ન્યાયાચાર્ય, વળી જે સંચમ શુદ્ધાત્મા, - અગણિત ગ્રંથ રચીને જેને, કીધો મહાશાસન ઉપકાર,
ઉપાધ્યાય શ્રી “ચશ' ગુરુ ચરણે, વંદન હો અમ વાર હજાર . ૮
રચયિતા: પ.પૂ.આ.શ્રી વિજય પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ.સા.