________________
આરાધના વિધિ
શ્રી સૂરજમંડન પાર્શ્વનાથાય નમઃ શાસનસમ્રાટ્ શ્રી નેમિ–વિજ્ઞાન–કસ્તૂરસૂરિભ્યો નમઃ
સહુ બને સુખના ભાગી
લેખક : પ.પૂ. આ. શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.
पुरिमेण पश्चिमेण य, एए सव्वेवि फासिया ठाणा ।
मज्झिमहिं जिणेहिं, एगं दो तिन्नि सव्वे वा ॥
''
સાધના—સંયમ-સમર્પણ, એ છે જિનશાસનનો પ્રાણ. જિનભક્તિ અને જીવ મૈત્રી, એ છે જિનશાસનની શાન. તિતિક્ષા—તપ—ત્યાગ એ છે, જિનશાસનનું સન્માન.
|
આ ચોવીશીના પહેલા અને છેલ્લા તીર્થંકર ભગવંતે વીશસ્થાનકના સઘળા વીશે વીશ સ્થાનકોની આરાધના કરી છે. અને વચલા તીર્થંકર ભગવંતોએ એક, બે, ત્રણ, યાવત્ વીશે પદોની સાધના કરી છે.
૧૧
વીશસ્થાનક વિધિએ તપ કરી, ઐસી ભાવદયા દિલમાં ધરી, જો હોવે મુજ શક્તિ ઐસી, સવિ જીવ કરું શાસન રસી, શુચિરસ ઢળતે તિહાં બાંધતા, તીર્થંકર નામ નિકાચતા”
દરેક વ્યક્તિના અંતરનાં ખૂણે એક અપેક્ષા હોય છે કે હું પણ અરિહંત બનું પણ તે શક્ય બને ક્યારે, ? જ્યારે વીશસ્થાનકની આરાધના ભાવોલ્લાસ સહિત તપપૂર્વક કરે ત્યારે. દરેક અરિહંત પરમાત્મા ત્રીજા ભવમાં વીશસ્થાનકની આરાધના કરીને જ તીર્થંકર નામકર્મ નિકાચિત કરે છે.
આપણે વીશસ્થાનક તપની વિધિપૂર્વક આરાધના કરીએ ત્યારે પદના એક એક ગુણોને આપણે નામથી જાણીએ તેમના વર્ણને ઓળખીએ, ગુણ પ્રમાણે ખમાસમણા, કાઉસ્સગ્ગ, સાથિયા કરી સાધના કરીએ, સ્વરૂપનું ધ્યાન ધરીએ તો ભાવ વિશુદ્ધિ વિશેષ થાય.
પૂજ્ય ગુરુદેવશ્રી જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં વીશસ્થાનકની આરાધના ઉપવાસથી શરૂ કરાવે છે. ઘણાં આરાધકો શરૂઆત કરે છે. તે બધાને તપની વિધિનો સ્પષ્ટ ખ્યાલ આવે તેવા એક માત્ર આશયથી ગણિ શ્રીકૈલાસચંદ્રવિજયજીએ