________________
૧૦૦
શ્રી વીશસ્થાનક તપ છે કે દેવેન્દ્ર ! તે મુનિ એવા તીવ્ર જ્ઞાનોપયોગથી તીર્થકર પદ પામશે?” આ પ્રમાણે સાંભળી દેવેન્દ્ર હર્ષપૂર્વક પુનઃ પ્રણામ કરી સ્વસ્થાને ગયાં. જયંતમુનિ તીવ્ર જ્ઞાનોપયોગથી નિર્મળ ચારિત્રનું પાલન કરી અનુક્રમે મહાશુક્ર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં તીર્થકર પદ પ્રાપ્ત કરી અનેક ભવ્યજીવોનો ઉપકાર કરશે. અને પરમપદને પામશે.
૬૯ (સમ્યકત્વ) દર્શનપદ વિષે હરિવિક્રમ રાજાની કથા - આ ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરમાં હરિષેણ નામે રાજા હતો. તેને હરિવિક્રમ નામે ગુણવાન પુત્ર હતો. તે મોટો થતાં રાજાએ તેને બત્રીસ રાજકન્યાઓ પરણાવી. તેમની સાથે તે દેવની માફક સુખ ભોગવવા લાગ્યો.
એકદા દુર્ભાગ્યવશાત્ કુમારના શરીરમાં એક સાથે. આઠ પ્રકારના કોઢ ઉત્પન્ન થયા. તેની તીવ્ર વેદના અસહ્ય હતી. અનેક વૈદ્યોના ઉપચાર કરવા છતાં વ્યાધિ શમ્યો નહીં. ત્યારે કુમારે નગરમાં પ્રખ્યાત ધનંજય યક્ષની માનતા પોતાના મનથી માની કેજો મારો સઘળો રોગ નાશ પામે તો હું તમારી યાત્રા કર્યા પછી અન્ન લઈશ અને આપને ભોગ ચડાવીશ. વ્યાધિ પીડિત કુમારે પુણ્ય પાપને નહીં વિચારતાં આ રીતે મિથ્યાત્વ અંગીકાર કર્યું. ' તે અવસરે નગરીના ઉદ્યાનમાં કેવળજ્ઞાની મુનિ પધાર્યા. રાજા તથા પુત્ર દર્શનાર્થે ગયાં. કેવળી ગુરુના દર્શન કરતાં જ કુમારના સર્વ વ્યાધિઓ તત્કાળ નાશ પામ્યા અને સર્વાગે શીતળતા વ્યાપી ગઈ. ગુરુમહારાજે દેશના આપતાં કહ્યું કે “હે ભવ્યજનો ! તમે પાપ કર્મથી દૂર રહો. કેમ કે જે સમયે જેવા પરિણામે કર્મ બાંધ્યું હોય તેવા જ વિપાકને આપનાર તે થાય છે. માટે જિનસેવા રૂપ સત્કર્મ આદરો” રાજકુમાર હરિવિક્રમે વિનયપૂર્વક પુછયું કે હે પ્રભો! મેં પૂર્વે એવું શું પાપ કર્યું હતુ કે જેથી યૌવનવયમાં અસહ્ય વેદનાનો ભોક્તા થયો? ગુરુએ તેનો પૂર્વભવ કહ્યો કે..
હે કુમાર ! પૂર્વ ભવમાં તું પૂર્વ મહાવિદેહમાં શ્રીપુર નગરમાં સમસ્ત અધર્મનો અધિપતિ પદ્યનામે રાજા હતો. નિરંતર શિકાર કરીને અનેક જીવોની હિંસા કરતો હતો. વળી માંસ-મદિરાનું નિરંતર સેવન કરતો હતો. એક વખતે શિકારે જતાં અરણ્યમાં એક મુનિને કાઉસગ્ગ ધ્યાનમાં ઉભેલા જોયા. તેમને જોઈને નરપતિએ નિર્દયતાથી મુનિના શરીરમાં તીક્ષ્ણ ભાલો ભોંકી, મુનિને અધ્ધર ઉછાળી, જમીન