________________
૧૦૩
કથાઓ પુત્રી પ્રિયદર્શનાને પરણ્યો અને તેને મૂકીને પરદેશ ગયો ત્યાં સુધીની કથા કહી ચૂપ રહ્યો. પોતાની વાત સાંભળી પ્રિયદર્શના બોલી ઉઠી હે કુન્જપછી તે (વીરભદ્ર) ક્યાં ગયાં? આમ ત્રણમાંથી એક સ્ત્રી બોલી. અનુક્રમે કથા કહીને ત્રણેને બોલતી કરી. પછી પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરીને સુખે તે નગરમાં રહ્યો.
એકદા તે નગરીમાં અઢારમા તીર્થંકર શ્રી અરનાથ પ્રભુ સમવસર્યા. સાગરદત્ત શ્રેષ્ઠીના પૂછવાથી ભગવંતે વીરભદ્રનો પૂર્વભવ કહ્યો. પૂર્વભવમાં તે રત્નપુર નગરમાં નિર્ધન છતાં સત્ય વ્યવહારથી આજીવિકા ચલાવતો જિનદાસ નામે શ્રાવક હતો. તેને ત્યાં એક દિવસ ચૌમાસી તપના પારણે ભગવાન અનન્તનાથ પધાર્યા. તેણે ભક્તિસહિત બહુમાનપૂર્વક શુદ્ધ દાન આપ્યું. તેના ઘરે દેવતાઓએ બાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ કરી. દાનાર્જિત પુણ્યના પ્રભાવથી ત્યાંથી મૃત્યુ પામી જિનદાસ બ્રહ્મલોકમાં સંપત્તિશાલી દેવ થયો. ત્યાંથી આવી આ વીરભદ્ર થયો છે. અલ્પ પણ શ્રદ્ધાપૂર્વક સુપાત્રને આપેલું દાન બહુફળને આપનારૂ થાય છે. ભગવંત પાસેથી પોતાનું આયુષ્ય જાણ્યું. ત્રણસો વર્ષ બાદ ચારિત્ર ઉદયમાં આવશે તે જાણ્યું. પોતાની ત્રણ સ્ત્રીઓ અને પરિવાર સહિત પોતાના નગરમાં આવ્યો. માતાપિતાને ઘણો હર્ષ થયો. માતાપિતાને અષ્ટાપદ શિખરજી વગેરે તીર્થોની યાત્રા કરાવી. માતાપિતા અનશન કરી સ્વર્ગવાસ પામ્યાં. વીરભદ્રએ નગરીમાં સુરભુવન સમાન જિનચૈત્ય કરાવ્યું. પોતાના દ્રવ્યથી દુઃખીજનોના કષ્ટ દૂર કર્યા. તેની મહાન કીર્તિ થઈ. રાજાએ નગરશેઠની પદવી આપી. ત્રણ સ્ત્રીઓથી વીરદેવ, વરદત્ત અને વીરચંદ્ર નામે પુત્રો થયા. ભોગાવલી કર્મ પૂર્ણ થવાથી પોતાની ત્રણ સ્ત્રીઓ અને બીજા પાંચસો શ્રેષ્ઠી સહિત ચંદ્રસાગર ગુરુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ગુરુ મુખેથી દેશના સાંભળી કે તપસ્વીની “ભાવપૂર્વક ભક્તિ કરનાર તીર્થકરની ઋદ્ધિ પ્રાપ્ત કરે છે” તપસ્વીની ભક્તિનું માહાસ્ય જાણી વીરભદ્ર મુનિએ અભિગ્રહ લીધો કે આજથી મારે નિરંતર તપસ્વીનું વાત્સલ્ય કરવું. ઔષધ આદિથી નિરંતર તેઓ તપસ્વીઓની દૃઢતા પૂર્વક ભક્તિ કરવા લાગ્યાં.
ગુરુ સાથે વિહાર કરતાં એકદા શાલિગ્રામ આવ્યાં. ત્યાં કોઈ દેવ વીરભદ્ર મુનિની પરીક્ષા કરવા માટે એક માસના ઉપવાસી સાધુનું રૂપ લઈને આવ્યો. પોતે - પારણુ કરવાની ઈચ્છા જણાવી. તપસ્વી જાણી તેને આસન આપી, ગુરુ પાસે બેસાડી, વીરભદ્ર મુનિ તેમના પારણા માટે નદી અતિક્રમી નગરીમાં ગોચરી લેવા