________________
કથાઓ
મિથ્યાત્વીના પંથે ચાલતો હતો. પંચભૂતથી આત્મા ઉત્પન્ન થાય છે. અને પંચભૂતનો નાશ થયે આત્માનો પણ નાશ થાય છે. આવું તે માનતો હતો. તે રાજાને એક બુદ્ધિમાન પ્રધાન હતો. તે પ્રધાનને એક જિનોક્ત તત્ત્વને જાણનારો શ્રુતશીલ નામે ભાઈ હતો. તે રાજાને અતિપ્રિય હતો.
એકદા અતિશય સ્વરૂપવાન માતંગની સ્ત્રીને પંચમનાદ યુક્ત ગાન કરતી જોઈને રાજા તેના પર મોહિત થયો. ઈગિત આકારથી રાજાનો ભાવ જાણી શ્રુતશીલ મધુર વચનોથી રાજાને કહેવા લાગ્યો. હે મહારાજ ! પરનારીનો સંગ નીચ ગતિ, અનેકવાર મરણ તથા મહાન દુઃખને આપે છે. ઉભય લોકના દુઃખના હેતુરૂપ પરસ્ત્રી સંગનો સંકલ્પ મનમાંથી કાઢી નાખો. આમ ઘણી રીતે સમજાવ્યા છતાં રાજા કુવિચારમાંથી પાછો હટ્યો નહીં. એટલે મંત્રીએ રાજ્યનું હિત વિચારી રાજ્યની અધિષ્ઠાયિકા દેવીનું સ્મરણ કર્યું. દેવી પ્રગટ થઈ. મંત્રીએ સર્વ બીના કહી. દેવીએ કહ્યું જ્યારે તે પશ્ચાત્તાપ કરે ત્યારે મારું સ્મરણ કરજે. હું તેને શાન્ત કરીશ. એમ કહી રાજાના શરીરમાં વ્યાધિ પેદા કરી દેવી અદ્રશ્ય થઈ ગઈ. વ્યાધિથી વ્યાકુળ થયેલો રાજા ચિંતવવા લાગ્યો કે અરે ! ખરેખર મને મારું આ દુષ્કૃત્ય જ પડે છે. મન માત્રથી પાપ જો આવુ કષ્ટ આપે તો ત્રિયોગે પાપ સેવે તેનું તો શું થાય? આમ માનસિક પશ્ચાત્તાપ કરી પુનઃ પાપકાર્ય ન જ થાય તેવો નિશ્ચય કર્યો. મંત્રીને આની જાણ થતા દેવીને સ્મરી. દેવીએ વ્યાધિને શાન્ત કરી. રાજા સ્વસ્થ થયો. રાજાએ મંત્રીને પૂછ્યું કે મને જે માનસિક પાપ લાગ્યું તેની શુદ્ધિ શી રીતે થાય? મંત્રી કહે મહારાજ ! પંડિતોને બોલાવી પૂછો. પંડિતોમાંથી કોઈ કહે ગંગાજળનું પાન કરવાથી પાપ દૂર થાય છે. કોઈ કહે અગ્નિહોમ કરી વેદપુરાણનું શ્રવણ કરવાથી પાપ દૂર થાય છે. કોઈ કહે અડસઠ તીર્થની યાત્રા કરી નર્મદાની માટીથી શરીરે લેપ કરવાથી પાપ દૂર થાય છે. કોઈ કહે બ્રાહ્મણોને દાન આપવાથી પાપ દૂર થાય છે. આમ અનેક રીતે પાપનિવારણના બ્રાહ્મણોએ ઉપાય બતાવ્યા પરંતુ તે રાજાને રૂચ્યા નહીં.
તે સમયે ઉદ્યાનમાં મહાન ગુણોના સમુદ્ર શ્રીષેણ મુનીશ્વર પધાર્યા. ગુરુને પરિવાર સહિત વાંદી રાજાએ મનને પાપની શુદ્ધિ કેવી રીતે થાય તે પૂછ્યું. ગુરુએ કહ્યું-રાજનું! શુદ્ધિ બે પ્રકારની છે. બાહ્ય અને અત્યંતર. જલાદિકથી શરીરની બાહ્યશુદ્ધિ થાય છે અને જ્ઞાન, ધ્યાન તથા તપરૂપ પાણીથી અંતરની શુદ્ધિ થાય છે. કામરાગ વડે સ્ત્રીના મોહથી વિંધાયેલા છે ચિત્ત જેના એવાઓની