________________
આરાધના વિધિ
| નમો તવસ્સ | પરમોપાસ્ય શાસનસમ્રા શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરેભ્યો નમઃ
'પુસ્તકપ્રકાશનનો પ્રકાશ
પૂર્વના ત્રીજા ભવમાં તીર્થંકર પરમાત્મા તીર્થંકર નામકર્મ નિકાચિત કરવા જે તપનો સહારો લે છે તેવા મહામૂલા મંગળકારી વિશસ્થાનકતપ વિધિની ૧૦૦૦ નકલના પુસ્તકનું વિમોચન સં. ૨૦૫૬ના પોષ વદ-૧ ધર્મરાજા શ્રી કસૂરસૂરીશ્વરજી મ.સા.ના જન્મદિને મુંબઈ માટુંગા જીવણલાલ અબજીભાઈ જ્ઞાનમંદિરે થયું.
વિશસ્થાનક તપના આરાધકોને ખૂબ ખૂબ ઉપયોગી નીવડેલ આ પુસ્તકની તમામ નકલો જોત જોતામાં ખલાસ થતાં પુનઃમુદ્રણ કરવાનું નક્કી થયું. અને તે વખતે આ તપની આરાધના-સાધનાથી જે જે ભાગ્યશાળીઓએ જીવન મંગળ કરી આત્મશ્રેય સાધ્યું તેની બોધદાયક વીશ કથાનકો સહિત “વીશસ્થાનક તપ આરાધના વિધિનું પુસ્તક પૂ. ગણિવર્ય મ.સા.એ તૈયાર કર્યું. જેનો લાભ શ્રી રિદ્ધિ-સિદ્ધિ આદર્શ જે.મૂ.પૂ જેન સંઘના આરાધકો મુંબઈ મલાડ વેસ્ટે લીધો હતો. જેનું વિમોચન સં. ૨૦૧૭ના માગસર સુદ-૧૪ના રોજ મલાડ શ્રી દેવકરણ મૂળજી ઉપાશ્રયમાં પ.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. ની શુભ નિશ્રામાં થયું હતું.
. આનંદ અને ગૌરવની વાત છે કે આ પુસ્તકની ૫૦૦૦ નકલો પણ જોત જોતામાં એક વરસના ટૂંકા ગાળામાં ભારતભરના ગામે ગામ તથા અમેરિકાલંડન-જાપાન જેવા પરદેશમાં પણ ઘર-ઘરમાં પહોંચી અને ઘર-ઘરમાં વીશસ્થાનકતપ ગુંજતું થયું. નકલો ખલાસ થતાં પુસ્તક લેવા આવનારને ના કહેતા મન નારાજ થતું.
જેથી આ જ પુસ્તક ત્રીજી વખત પ્રકાશન કરવાનું નક્કી થયું. જેના મુખ્ય સહભાગી તરીકે (પૂ. ગણિવર્ય મ.સા.ના સંસારી માતુશ્રી) સ્વ. ભૂરિબેન વ્રજલાલ માણેકચંદ શાહ પરિવાર બન્યા. જેની અમો હાર્દિક અનુમોદના કરીએ છે.
આ પુસ્તક સર્વ આરાધકોના કરકમળમાં મૂકતાં આનંદ અનુભવીએ છે. આ પુસ્તકના પ્રકાશન માટે જે મુનિ ભગવંતે પોતાનો અમૂલ્ય સમય કાઢી