________________
પ્રશ્નકાર પંડિત નગર્ષિ ગણિ
પ્રશ્નઃ- જ્યાં એક બાદર પર્યાપ્ત જીવ હોય ત્યાં તેની નિશ્રાએ અસંખ્યાતા અપાર્યાપ્તા હોય છે, એમ શાસ્ત્રમાં ક્યું છે, તેમાં આજ્ઞા જ પ્રમાણ છે કે યુક્તિ? ઉત્તરઃ- આ વિષયમાં આજ્ઞા જ પ્રમાણ છે, પરંતુ કોઈ યુક્તિ જોઈ નથી.
૩-૩૯-૧૪૩
तथा - संपूर्णो धर्म्मास्तिकायो द्रव्यमुच्यते स्कन्धो वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - संपूर्णो धर्मास्तिकायो द्रव्यमुच्यते कुत्रचित्स्कन्धोऽप्युपचारात्, नात्र किमपि વાપરું જ્ઞાયતે ||રૂ-૪૦-૧૪૪||
પ્રશ્નઃ- સંપૂર્ણ ધર્માસ્તિકાય દ્રવ્ય કહેવાય કે સ્કંધ કહેવાય?
ઉત્તરઃ- સંપૂર્ણ ધર્માસ્તિકાય દ્રવ્ય કહેવાય છે. કોઈક સ્થળે ઉપચારથી સંધ પણ કહેવાય છે, એમાં કાંઈ પણ બાધક જણાતું નથી. ૩-૪૦-૧૪૪
तथा - परमाणोर्वर्णादिपरावर्तो जायते न वा ? इति प्रश्नोऽत्रोत्तरम्-जायत કૃતિ જ્ઞેયમ્ IIરૂ-૪૧-૧૪૬
પ્રશ્ન:- પરમાણુના રૂપ વગેરેનું પરાવર્તન થાય કે નહિ?
ઉત્તરઃ- પરમાણુના રૂપ વગેરેનું પરાવર્તન થાય છે, એમ જાણવું. ૩-૪૧-૧૪૫
तथा - गौतमस्वामी गोचरचर्यामेकाक्येव गतवान् ? अथवा ससङ्घाटकः ? इति प्रश्नोऽत्रोत्तरम् - प्राय एकाक्येव भगवत्याद्यागमे श्रूयते परमागमविहारित्वेनोપિતાનુચિતવિચારો ન યુન્તિમાન્ IIŽ-૪૨-૧૪૬।।
પ્રશ્નઃ- શ્રી ગૌતમ સ્વામી ભગવાન ગોચરી લેવા એકલા ગયા હતા કે સંઘાટક સહિત?
ઉત્તરઃ- પ્રાયઃ એકાકી જ ગયા હતા એમ ભગવતી આદિ આગમમાં સંભળાય છે, પરંતુ તેઓશ્રી. પગમવિહારી હોવાથી, ઉચિત અનુચિતનો વિચાર કરવો યોગ્ય નથી, અર્થાત્ એકલા જવું એ ઉચિત હતું કે અનુચિત હતું એ વિચાર કરવો યુક્તિયુક્ત નથી. ૩-૪૨-૧૪૬
ટિપ્પણ-૫૩.
''ગામ-વવારિનો છĪળા, સંનહાવલ-મળ-મોહિનાળી-વોટ્સ-સ નવ-મુવી BE II’’
(જીતકલ્પ ચૂર્ણિ, પૃ૦ ૨)
ભાવાર્થ:-‘શાસ્ત્રમાં પાંચ પ્રકારના વ્યવહાર કહેલા છે. આગમ, શ્રુત, આજ્ઞા, · ધારણા અને જીત. તેમાં આગમ વ્યવહારીના છ ભેદ છે. ૧-કેવલજ્ઞાની. ૨મન:પર્યવજ્ઞાની, ૩-અવધિજ્ઞાની, ૪-ચૌદપૂર્વી, ૫-દશપૂર્વી અને ૬-નવપૂર્વી. આગમ વ્યવહારીઓ અતીન્દ્રિય જ્ઞાની હોવાથી તેને શાસ્ત્ર બંધનકારક નથી.
૭૧