________________
वांछितदायक-श्रीगौतमस्वामिने नमो नमः ।
દિવસન
આ પ્રશ્નોત્તર સમુચ્ચય-અપર નામ શ્રીહરિપ્રશ્નના પ્રણેતા પૂ. જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ છે. અને સંગ્રહકાર મહામહોપાધ્યાય શ્રી કીર્તિવિજય ગણિવર છે.
આ ગ્રંથમાં અનેક પદવીધર વિદ્વાન્ મુનિરાજો તેમજ શ્રીસંઘોએ પૂછેલા અનેકવિધ પ્રશ્નો અને તેના પૂ૦ પાઠ જગદ્ગુરુ વિજયહીરસૂરિજીએ આપેલા શાસ્ત્રીય ઉત્તરોનો સમાવેશ થાય છે.
ઉત્તરદાતા આચાર્યદેવ શ્રી જૈનશાસન ક્ષતિજ ઉપર પ્રભાવશાલી સૂર્ય તરીકે ચમકી ગયેલા આજે સૌ કોઈને વિદિત છે. તે જગદ્ગુરુનો જન્મ પાલણપુરમાં વિક્રમ સંવત ૧૫૮૩ ના માગશર સુદિ ૯ને સોમવારના ધન્ય દિવસે થયો હતો. પિતાનું નામ ઓસવાલ જ્ઞાતીય ગૃહસ્થ કુરાશાહ હતું અને માતાનું નામ રત્નકુક્ષિ નાથીદેવી હતું. ખાનદાન માતા પિતાએ ધર્મપુત્રનું નામ હીરંજી રાખ્યું હતું. હીરજી ખરેખર બાલ્યાવસ્થાથી જ હીરની જેમ તેજસ્વી અને પાણીદાર હતા. દેવયોગે અલ્પ સમયમાં જ માત પિતા સ્વર્ગવાસી થયાં. આ સમાચાર સાંભળતાં હીરજીની બે ભગિનીઓ કે જે પાટણ રહેતી હતી તે ત્યાં આવી અને હીરજીને સાથે લઈ ગઈ. હીરજી વ્હેનોની સાથે ગુરુવંદન કરવા જતા હતા, કારણ કે હીરજીને નાનપણથી જ અત્યંત ધર્મપ્રેમ હતો. સદ્ગર આચાર્ય વિજયદાનસૂરિની દેશના સાંભળતાં મન સંસારની જેલમાંથી મુક્ત થવા તલપાપડ બન્યું. વૈરાગ્યવાસિત એ આત્માએ વ્હેનોને પોતાનો વિચાર જણાવ્યો એટલે વ્હેનોએ અનુમતિ કે નિષેધનું ઉચ્ચારણ નહિ કરતા વ્યાધ્રુતી ન્યાયનું અનુકરણ કર્યું. પરંતુ ભાઈએ
નિષિદ્ધમનુમતનું આ ન્યાયનું અવલંબન લઈ મને રજા મળી છે એમ માન્યું. અને ભાગવતી દીક્ષાના પૂનિત પંથે વિચરવા સદ્ગુરુ પાસે ગયાં. એટલે વિજયદાનસૂરિ ગુરુએ પાટણમાં સંવત ૧પ૯૬ ના કાર્તિકવદ ૨ ના પ્રશસ્ત દિવસે પ્રવ્રયા આપી ને તેઓશ્રીનું હીરહર્ષ નામ સ્થાપ્યું.