________________
પ્રશ્ન- ગુરુમહારાજને વંદન કરતી વેળાએ મુહપત્તિ ક્યાં મૂકવી? ઉત્તરઃ- વંદન કરતી વેળાએ સાધુઓએ ડાબા ઢીંચણ ઉપર મુહપત્તિ મૂકવી, અને શ્રાવકોએ ગુરુમહારાજના પાદારવિંદને વંદન કરતી વેળાએ ઢીંચણ ઉપર, અથવા ભૂમિ ઉપર, કે ચરવલા ઉપર મૂકવી. ૨-૩૮-૮૪
तथा-गुरुसन्निधौ पाश्चात्त्यप्रतिलेखनाक्रियां कुर्वाणाः श्राद्ध्यः स्वाध्यायमपविश्य कुर्वन्ति ऊर्ध्वस्था वा? इति प्रश्नोऽत्रोत्तरम्-गुरुसन्निधौ पाश्चात्त्यप्रतिलेखनाक्रियां कुर्वाणा: श्राद्ध्यः ऊर्ध्वस्थाः स्वाध्यायं विदधति ||२-३९-८५।।
પ્રશ્ન:- ગુરુની પાસે સાંજની પડિલેહણ ક્રિયા કરતી શ્રાવિકાઓ સઝાય બેસીને કરે કે ઉભી રહીને કરે?
ઉત્તરઃ- ગુરુની પાસે સાંજની પડિલેહણ ક્રિયા કરતી શ્રાવિકાઓ ઉભી રહીને સક્ઝાય કરે. ર-૩૯-૮૫
अथ पण्डितकान्हर्षिगणिकृतप्रश्ना-स्तत्प्रतिवचांसि च यथा
श्राद्धानां रात्रौ जिनालये आरात्रिकोत्तारणं युक्तं न वा? इति प्रश्नोऽत्रोत्तरम्श्राद्धानां जिनालये रात्रावारात्रिकोत्तारणं कारणे सति युक्तिमत् नान्यथा ||ર-૪૦-૮૬II.
પ્રશ્નકાર પંડિત કાન્તર્ષિ ગણિ પ્રશ્ન- શ્રાવકોએ રાત્રિના સમયે જિનમંદિરમાં આરતિ ઉતારવી યોગ્ય છે કે અયોગ્ય?
ઉત્તરઃ- શ્રાવકોએ રાત્રિના સમયે જિનમંદિરમાં કારણ હોય તો આરતી ઉતારવી યોગ્ય છે, કારણ વિના યોગ્ય નથી. ૨-૪૦-૮૬
तथा-कायोत्सर्गस्थितजिनप्रतिमानां चरणादिपरिधापनं युक्तं न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-जिनप्रतिमानां चरणादिपरिधापनं तु साम्प्रतीनव्यवहारेण न युक्तियुक्तं प्रतिभाति ||२-४१-८७।।
પ્રશ્ન- કાઉસગ્ગ મુદ્રામાં રહેલી જિનપ્રતિમાઓનાં વસ્ત્રાદિવડે ચરણ આદિ ઢાંકવા યોગ્ય છે કે નહિ?
ઉત્તર- વર્તમાનકાલીન વ્યવહારથી કાયોત્સર્ગસ્થિત જિનપ્રતિમાઓનાં ચરણાદિ અવયવો વસ્ત્રાદિ વડે ઢાંકવાં યુક્તિયુક્ત જણાતું નથી. ૨-૪૧-૮૭
तथा-पाक्षिकप्रतिक्रमणे सम्बुद्धक्षामणादौ कृते ''इच्छकारी सुह पाखी सुख तप सरीर निराबाध सुख संयमयात्रा निरवहइ छि'' इत्यादि वचनं कथनीयं न वा? इतिप्रश्नोऽत्रोत्तरम्-पाक्षिकप्रतिक्रमणे सम्बुद्धक्षामणादौ कृतें ''इच्छकारि सुह पाखी'' इत्यादि पठनमधिकं संभाव्यते सामाचार्यादावदर्शनात् ।।२-४२-८८।।
૪૮