________________
પ્રશ્નઃ- અર્થ મંડલી શબ્દનો શો અર્થ છે?
ઉત્તરઃ- પ્રાતઃકાલે જે વ્યાખ્યાન થાય અને રાત્રિના સમયે એક પ્રહર પર્યંતની જે અર્થ પોરસી થાય તેનું નામ અર્થમંડલી કહેવાય છે. ૧-૩૫
तथा-''आवस्सिआए जस्स जोगो सिज्झातर" इत्यत्र योगशब्देन किमुच्यते ? इति प्रश्नोऽत्रोत्तरम् - यस्य योगो भिक्षार्थं गच्छन्निदं वक्ति- 'यस्य योगो येन वस्तुना सह सम्बन्धो भविष्यति तद् ग्रहीष्यामि' इत्यर्थः, નૃત્યોપનિર્યુન્તિવૃત્તૌ ।।૧-૩૬।।
પ્રશ્ન:- ``માવસ્સિાÇ નસ્સ નોો સિદ્ધાતર’' અહિં યોગ શબ્દથી શું કહેવાય છે?
ઉત્તરઃ- ભિક્ષા માટે જતો સાધુ આ પ્રમાણે કહે છે—જે વસ્તુનો યોગ = સંબંધ થશે, અર્થાત્ જે વસ્તુ મને મલશે તેનું હું ગ્રહણ કરીશ, આ પ્રમાણે શ્રી ઓધનિયુક્તિની ટીકામાં છે. ૧-૩૬
तथा - अष्टापदगिरौ स्वकीयलब्ध्या ये जिनप्रतिमां वन्दन्ते ते तद्भवसिद्धिगामिन इत्यक्षराणि सन्ति, तथा च सति ये विद्याधरयमिनस्तथा राक्षसवानरचारणभेदभिन्ना अनेके ये तपस्विनस्तत्र गन्तुं शक्तास्तेषां सर्वेषामपि तद्भवसिद्धिगामित्वमापद्यते, ततः सा का लब्धिर्यया तत्र गमने गौतमादिवत्तद्भवसिद्धिगामिनो भवन्ति ? इति प्रश्नोऽत्रोत्तरम् - अष्टापदगिरौ ये तपःसंयमोत्थलब्ध्या यात्रां कुर्वन्ति ते तद्भवसिद्धिगामिन इति संभाव्यते વ્યસ્તાક્ષરાનુપતસ્માત્ ||૧-૩૭||
પ્રશ્નઃ- અષ્ટાપદ ગિરિરાજ ઉપર રહેલી જિન પ્રતિમાઓને જેઓ પોતાની લબ્ધિથી વાંદે છે, તેઓ તે જ ભવમાં મોક્ષમાં જનારા હોય છે, એવા શાસ્ત્રમાં અક્ષરો છે, અને આ પ્રમાણે હોવાથી વિદ્યાધર સાધુઓ તેમજ રાક્ષસ (દ્વીપના), વાનર (દ્વીપના) અને ચારણ (જંઘાચારણ-વિદ્યાચારણ) ભેદવાળા જે અનેક તપસ્વીઓ ત્યાં જવા માટે સમર્થ છે તે સર્વેનું તે જ ભવમાં મોક્ષગામિપણું પ્રાપ્ત થાય છે, (અને તેમ તો હોઈ શકે નહિ,) તેથી તેવી કઈ લબ્ધિ છે કે જે વડે ત્યાં જવામાં લબ્ધિનિધાન ગૌતમ સ્વામી વગેરેની જેમ તે જ ભવે મોક્ષે જનારા બની શકે?
ઉત્તરઃ- જેઓ પોતે જ કરેલા તપ અને સંયમથી ઉત્પન્ન થયેલી સ્વલબ્ધિ (શક્તિ વિશેષ)થી અષ્ટાપદ ગિરિરાજ ઉપર રહેલી જિન પ્રતિમાઓની યાત્રા કરે છે તેઓ તે જ ભવે મોક્ષે જનારા હોય એમ સંભાવના થાય છે. તથાપ્રકારના શાસ્ત્રના સ્પષ્ટ અક્ષરો દેખાતા નથી. ૧-૩૭
૨