________________
ઉત્તરઃ- દશેયમાં વર્ણ વેષાદિ વિચિત્રપણું છે, છતાં આજ્ઞાની વિરાધકતાથી તેમની સમાનતાને જણાવનાર વચન આપણું નથી, પરંતુ બીજા છે. ૧૮
तथा-चैत्यादिधर्मकार्यं कुर्वतामेषां तपागणसम्बन्धी शक्तिमान् श्राद्धः सान्निध्यं माध्यस्थ्यं विकारं वा भजते तदा लाभो न वा? इति प्रश्नोऽत्रोत्तरम्चैत्यादिधर्मकार्यं कुर्वतां तेषां श्रीपरमगुरुपादैरादेयतयादिष्टचैत्यादिधर्मकार्ये सान्निध्यकरणमायति सुन्दरम् , तदितरकार्ये तु माध्यस्थ्यमेव, न तु क्वापि वैपरीत्यकरणेन विरोधोत्पादनं श्रेयसे ||१-९।।।
પ્રશ્નઃ- ચૈત્યાદિ ધર્મકાર્ય કરતા તે દિગંબરાદિ દશેયને તપાગચ્છીય શક્તિમાન શ્રાવક સહાય કરે, મધ્યરથ રહે, અગર વિરોધ કરે તો લોભ કે ગેરલાભ થાય?
ઉત્તરઃ- પૂજ્ય શ્રી પરમ ગુરુદેવે જે ચેત્યાદિ ધર્મકાર્યને ઉપાદેય કહેલ છે, તે ધર્મકાર્ય કરતા દિગંબરાદિ ૧૦ ને સહાય કરવી એ પરિણામે સુંદર છે. અન્ય કાર્ય કરતા હોય તો મધ્યસ્થતાજ રાખવી, પરંતુ ક્યાંય વિપરીત કરવા વડે વિરોધ ઉભો કરવો એ તો કલ્યાણકારક નથી. ૧-૯
तथा-नवानां लुम्पाकव्यतिरिक्तानां प्रतिमापूजास्तुती अंशुचिविलेपनगालीप्रदानरूपे अथवा पूजास्तुतिरूपे? इतिप्रश्नोऽत्रोत्तरम्-नवानां पूंजास्तुती अशुचिविलेपनगालीप्रदानरूपे इत्यादिवचनं तु सतामुच्चारार्हमेव न भवतीति $િ પ્રતિવરને? ૧-૧૦ || " પ્રશનઃ- મૂર્તિપૂજાનો લોપ કરનાર લંપાક સિવાયના ૯ની પ્રતિમાની પૂજા અને સ્તુતિ અશુચિના વિલેપન તથા ગાળો દેવા રૂપ છે કે પૂજા અને સ્તુતિરૂપ છે?
ઉત્તર:- સદર ૯ની પૂજા અને સ્તુતિ “અશુચિના વિલેપનરૂપ કે ગાલિ પ્રદાનરૂપ છે” એ પ્રમાણે સજ્જન પુરુષને બોલવું યોગ્ય નથી તો ઉત્તર આપવાથી શું? ૧-૧૦
__तथा-केषाश्चित्सङ्घभक्ति कुर्वतामभक्तिं च कुर्वतां भूतात्तमद्यपवत्साम्यम्, उत भक्तिजनितशुभप्रकृतिफलोदयो वा जन्मान्तरे? इति प्रश्नोऽत्रोत्तरम्सङ्घभक्तिमभक्तिं च कुर्वतां भूतात्तमद्यपवत्साम्यमित्यादिवाक्यं पूर्ववदेव प्रत्युत्तरितं વોચ્ચમ્ II૧-૧૧il.
પ્રશ્ન- સંઘની ભક્તિ કરતા કે ભક્તિ નહિ કરતા કેટલાક (દિગંબરાદિ ૧૦)નું ભૂતાવિષ્ટ કે દારૂડીયાની સાથે સામ્ય છે કે તેમને તે કાર્ય જન્માંતરમાં ભક્તિથી ઉત્પન્ન થએલ શુભ કર્મ પ્રકૃતિના ફલનો ઉદય કરવાવાળું છે?
ઉત્તર:ઉપર મુજબ સંઘની ભક્તિ કરતા કે નહિ કરતા તેઓ અંગે ભૂતાવિષ્ટ કે દારૂડીયાની સાથે સરખાવતું વાક્ય બોલવું એ જ સજ્જનને ઉચિત નથી, ઇત્યાદિ પૂર્વની માફક ઉત્તર જાણવા. ૧-૧૧
૮