________________
મૂર્તિ હોય એવી પંચતીર્થી પ્રતિમાદિમાં કયા અનુક્રમથી ઋષભદેવાદિ તીર્થંકરો ગણાય? વળી સુથાર સંબંધિ ‘ગજ’ એવા પ્રસિદ્ધ પ્રમાણે કરી ભૂમિકાથી દોઢ હાથ ઊંચા સ્થાન ઉપર દેવોની પ્રતિમાને બિરાજમાન કરવાનું કહેલું છે, તે ઉત્કૃષ્ટ કાલાદિમાં (જેમાં કાયા વગેરેનું પ્રમાણ મોટું હોય છે.) આત્માંગુલની વૃદ્ધિ હાનિ થતાં કેવી રીતે ઘટે?
ઉત્તરઃ- ચોવીશવટ્ટો અને પંચતીર્થીની પ્રતિમા વગેરેમાં આ જ અનુક્રમથી ઋષભદેવાદિ તીર્થંકરો ગણી શકાય. એવો એકાન્ત જાણ્યો નથી. તેમ જ સૂત્રધાર સંબંધિ ‘ગજ” એવા પ્રસિદ્ધ પ્રમાણના અનુસારે ભૂમિકાથી દોઢ હાથ ઊંચા સ્થાન ઉપર દેવોનું આસન ક૨વામાં ઉત્કૃષ્ટ કાલ વગેરેમાં આત્માગુંલની વૃદ્ધિ હાનિ થતી હોય તો પણ કોઈ પણ જાતનું અઘટમાનપણું નથી. કારણ કે આત્માંગુલની વૃદ્ધિ આદિમાં “ગજ” એવું પ્રસિદ્ધ પ્રમાણ પણ તેના અનુસારે જ મોટું નાનું
થાય છે. ૪-૪૦-૨૭૦
तथा-उपधानविधिरेकान्तरोपवासैस्तद्वाहनं च कुत्र शास्त्रे केन वा ते कथिते स्तः? इति प्रश्नोऽत्रोत्तरम्-उपधानविधिरेकान्तरोपवासैस्तद्वाहनं च महानिशीथसामाचारी-प्रमुखग्रन्थानुसारेण परम्परानुसारेण च ज्ञातव्ये इति ।।४-४१-२७१।। પ્રશ્નઃ- ઉપધાનની વિધિ અને એકાંતર ઉપવાસથી ઉપધાનનું વહન કરવું કયા શાસ્ત્રમાં કહ્યું છે અને કોણે કહ્યું છે?
ઉત્તરઃ- ઉપધાનની વિધિ અને એકાન્તર ઉપવાસથી તેનું વહન મહાનિશીથ અને સામાચારી વગેરે ગ્રંથને અનુસારે અને પરંપરાને અનુસારે છે, એમ જાણવું. ૪-૪૧-૨૭૧
तथा-''कयरीपाक'' इत्यादिलोकप्रसिद्धद्रव्याण्यासवाश्चाऽऽर्द्रशाकावयवनिष्पन्नतया तत्प्रत्याख्यानवतां कल्पन्ते न वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - ``कयरीपाक'' इत्यादिलोकप्रसिद्धद्रव्याण्यासवाश्चाऽऽर्द्रशाकावयवनिष्पन्नान्यपि तत्प्रत्याख्यानवतां कल्पन्त इति प्रवृत्तिर्दृश्यत इति ।।४-४२-२७२।।
પ્રશ્ન:- ``ચરીપા’’-કેરીનો પાક ઈત્યાદિ પ્રસિદ્ધ દ્રવ્યો અને આસવોદ્રાક્ષાસવાદિ લીલા શાકના અવયવોથી અર્થાત્ લીલી વનસ્પતિના અવયવોથી બનેલાં હોવાથી લીલોતરીના પચ્ચખ્ખાણવાળાઓને તે કલ્પે કે નહિ?
ઉત્તરઃ- ``ચરીપાલ્ડ’’–કેરીનો પાક ઈત્યાદિ લોકપ્રસિદ્ધ દ્રવ્યો અને દ્રાક્ષાસવાદિ આસવો લીલી વનસ્પતિના અવયવોથી બનેલા હોવા છતાં પણ લીલોતરીના પચ્ચખ્ખાણવાળાને તે કલ્પે છે, એવી પ્રવૃત્તિ જોવાય છે. ૪-૪૨-૨૭૨
૧૨૪