________________
પ્રશ્ન:- નવકારવાલી વગેરેની જે સ્થાપના નમસ્કાર મહામંત્રથી કરાય છે, તે સ્થાપના ઉપર પ્રકાશ હોય તો દૃષ્ટિ રાખી શકવી સુકર છે. પરંતુ સ્થાપના ઉપર પ્રકાશ ન પડતો હોય ત્યારે અંધકારમાં શું થાય? સ્થાપના ઉપર દષ્ટિ કેમ રાખી શકાય? પ્રકાશ વિના સ્થાપના સુઝે કે નહિ?
ઉત્તર- નવકારવાલી અને પુસ્તક વગેરેની સ્થાપના નમસ્કાર મહામંત્રથી સ્થાપી શકાય છે. સ્થાપના સ્થાપ્યા બાદ ક્રિયા કરવી હોય ત્યાં સુધી પ્રકાશ હોય તો દૃષ્ટિ અને ઉપયોગ બંને રાખી શકાય છે અને અંધકારમાં માત્ર ઉપયોગ રાખી શકાય છે. દષ્ટિ અને ઉપયોગનો ભંગ થયો હોય તો-એટલે દૃષ્ટિ અને ઉપયોગ બંને ન રહે તો સ્થાપના સ્થાપીને આગળ ક્રિયા કરી શકાય છે. કારણ કે સ્થાપના બે પ્રકારની છે, તે આ પ્રમાણે–ઈવર અને યાત્મથિક. તેમાં અમૂક કાલ માટે સ્થાપેલી સ્થાપના તે ઈવર કહેવાય છે. તે નવકારવાલી વગેરે, કે જે નવકારમંત્રથી સ્વયંસ્થાપન કરેલી છે, તે દૃષ્ટિ અને ઉપયોગ રહે ત્યાં સુધી જ રહી શકે છે. અને
જ્યાં સુધી વસ્તુ રહે ત્યાં સુધીની જે સ્થાપના તે યાવત્રુથિક સ્થાપના કહેવાય છે. તે અક્ષ અને પ્રતિમા વગેરે છે, કે જે ગુરુદ્વારા સ્થપાય છે. તે યાવત્ કથિક સ્થાપના ફરી ફરી સ્થાપન કરાતી નથી. ૪-૨-૨૫૮
तथा-मालापरिधाने प्रवेदनकं करोति न वा? इति प्रश्नोऽत्रोत्तरममालापरिधाने प्रवेदनककरणनियमो ज्ञातो नास्तीति ।।४-२९-२५९।।
પ્રશ્ન- માલા પહેરવામાં પવેયણાની ક્રિયા કરે કે નહિ?
ઉત્તરઃ- માલા પહેરવામાં પવેયણાની ક્રિયા કરવાનો નિયમ જાણ્યો નથી. ૪-૨૯-૨૫૯
तथा-उपधानपूर्णीभवनानन्तरं तपोवासरे उत्तरितुं. कल्पते न वा? इति प्रश्नोऽत्रोत्तरम-उपधानपूर्णीभवनानन्तरं तपोवासरे नोत्तीर्यते । तथाविधकारणे गीतार्थाऽऽज्ञापूर्वकमुत्तरणे एकान्तेन निषेधो ज्ञातो नास्तीति ||४-३०-२६०॥
પ્રશ્ન - ઉપધાન સમાપ્ત થયા બાદ તપના દિવસે નીકળવું કહ્યું કે નહિ?
ઉત્તર- ઉપધાન પૂર્ણ થયા બાદ તપના દિવસે નીકળી શકાય નહિ. તથા પ્રકારનું કારણ હોય તો ગીતાર્થની આજ્ઞાપૂર્વક નીકળવામાં એકાન્ત નિષેધ જાણ્યો નથી. ૪-૩૦-૩૬૦
तथाकेचित्पृच्छन्ति नन्दिमण्डनाक्षराणि कुत्र सिद्धान्ते वर्तन्ते? इति प्रश्नोऽत्रोत्तरम्-नन्दिमण्डनाक्षराण्यनुयोगद्वारवृत्तिसामाचारीप्रमुखग्रन्थेषु वर्तन्ते। तथा परम्परयाऽपि नन्दिर्मण्ड्यमाना ज्ञायत इति ।।४-३१-२६१।।
૧૨)