________________
પ્રશ્નઃ- જેણે સર્વ વિગઈનું પચ્ચખ્ખાણ કર્યું હોય એવા શ્રાવકને નિવિના પચ્ચખ્ખાણમાં એકાસણાની જેમ બેસણું પણ ક૨વું કલ્પ કે નહિ?
ઉત્તરઃ- કલ્પે છે એમ જાણવું. ૩-૮૫-૧૮૯
तथा - परमाधार्मिका भव्या एव इति प्रघोषः सत्योऽसत्यो वा ? इति प्रश्नोऽत्रोत्तरम्-असत्य एवेति ज्ञेयम्, उभयथापि तेषामविरोधात् । न च जन्मान्तरीयकृतदुष्कृतोक्तिपूर्वकं ते नारकान् कदर्थयन्तीत्यभव्यानां तत् कथं संगच्छते ? इति वाच्यम्, यतस्तेऽपि स्वर्गकामास्तपस्यां कुर्वाणा आगमे श्रूयन्त કૃતિ IIરૂ-૮૬-૧૬૦||
१. 'अभव्याः परमाधार्मिकपदं न प्राप्नुवन्ति' इति अर्थतः संबोधप्रकरणाभव्यकुलकादौ पूर्वसूरिपुङ्गवैः प्रोक्तं ।
પ્રશ્નઃ- ૫૨માધામીઓ ભવ્ય જ છે, એવો જે પ્રોષ છે, તે સાચો છે કે જુઠ્ઠો? ઉત્તરઃ- જુઠ્ઠો જ છે, એમ જાણવું. પરમાધામીઓ ભવ્ય કિંવા અભવ્ય બંને રીતે માનવામાં વિરોધ નથી. ‘જન્માંત૨માં કરેલા પાપો કહીને તે પરમાધામીઓ નારકીઓને પીડે છે, માટે જો તેઓ અભવ્ય હોય તો આ વસ્તુ કેવી રીતે સંગત થાય?’ એમ ન કહેવું. કારણ કે અભવ્યો પણ સ્વર્ગની ઈચ્છાથી તપસ્યા કરતા હોય છે, એમ આગમમાં સંભળય છે. ૩-૮૬-૧૯૦
ટિપ્પણ-૬૧:
સંબંધ પ્રકરણ, અભવ્યકુલક વગેરેમાં અભવ્યોને પરમાધામી પદ ન મળે એમ કહ્યું છે. तथा - श्रीवीरेण चक्रित्वप्राप्तिपुण्यं क्व भवेऽर्जितम् ? इति प्रश्नोऽत्रोत्तरम् - अत्र निर्णयो ग्रन्थे दृष्टो नास्ति ।।३-८७-१९१।।
પ્રશ્ન:- શ્રી વીરભગવાને ચક્રિપણાની પ્રાપ્તિનું પુણ્ય કયા ભવમાં ઉપાર્જ્યું ? ઉત્તરઃ- આ વિષયનો નિર્ણય (કોઈ) ગ્રંથમાં જોયો નથી. ૩-૮૭-૧૯૧ तथा-तीर्थङ्करजीवानां नरके परमाधार्मिककृता पीडा भवति न वा ? इति प्रश्नोंऽत्रोत्तरम् - अत्राप्येकान्तेन ज्ञातं नास्ति ।।३-८८-१९२।।
પ્રશ્ન:- નરકમાં તીર્થંકરના જીવોને પરમાધામીએ કરેલી પીડા હોય કે નહિ? ઉત્તરઃ- આ વિષયમાં પણ પીડા ઉપજાવે કે ન ઉપજાવે એમ એકાન્ત જાણ્યો નથી. ૩-૮૮-૧૯૨
तथा - देशविरतौ चक्रिपदबन्धो भवति न वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - અત્રાઘેહાન્તો જ્ઞાતો નાસ્તીતિ IIZ-૮૬-૧૬।।
પ્રશ્નઃ- દેશવિરતિ ગુણસ્થાનકે ચક્રિપદનો બંધ થાય કે નહિ? ઉત્તરઃ- આ વિષયમાં પણ એકાન્ત જાણ્યાં નથી. ૩-૮૯-૧૯૩
૯૩