________________
तथा-कस्यचिज्जानतोऽभिनिविष्टस्य संसारवृद्धिहेतुः कर्मबन्धो भूयान्, उताभिनिविष्टस्य तन्मार्गानुयायिनो वाऽजानतः ? इति प्रश्नोऽत्रोत्तरम् - व्यवहारेण जानतः कर्मबन्धो भूयानित्यवसीयते ।। ३-७१-१७५।।
પ્રશ્નઃ- કોઈ જાણી બુઝીને અભિનિવેશી બનેલો હોય એવા જીવને સંસાર વૃદ્ધિના કારણભૂત ઘણો કર્મબંધ થાય, કે અજાણતા અભિનિવેશી થયેલાને, અગર તેના માર્ગને અનુસરનારાને ઘણો બંધ થાય?
ઉત્તરઃ- વ્યવહારથી જ્ઞાનપૂર્વક અભિનિવેશીને ઘણો કર્મબંધ થાય, એમ જણાય છે. ૩-૭૧-૧૭૫
तथा-कश्चिदजानन् हिंसादिना कर्म चिनोति कश्चित्तु जानन् इत्यनयोः कस्य कर्मबन्धदार्ढ्यम् ? इति प्रश्नोऽत्रोत्तरम् - उभयोरपि क्रोधादिपरिणामस्य दृढत्वे વર્મવન્વસ્ય વાર્ત્યમ્, મન્યત્વે તુ મત્યું મવત્તિ IIરૂ-૭૨-૧૭૬॥ .
પ્રશ્નઃ- કોઈ અજાણપણે હિંસા વગેરેથી કર્મબંધ કરે છે, અને કોઈ જાણીને કર્મ બાંધે છે, આ બેમાંથી કર્મનો દૃઢ બંધ કોને થાય?
ઉત્તરઃ- એ બંનેમાં જેને ક્રોધાદિ પરિણામની દૃઢતા હોય તેને કર્મનો બંધ દૃઢ થાય છે, અને ક્રોધાદિ પરિણામની મન્દતા હોય તો કર્મનો બંધ મંદ થાય છે. ૩-૭૨-૧૭૬ अथ पुनर्महोपाध्यायश्रीसुमतिविजयगणि
शिष्यपण्डितगुणविजयगणिकृतप्रश्नास्तत्प्रतिवचांसि च यथा
दक्षिणभरतार्धे श्रीऋषभ इव उत्तरभरतार्धे कोऽपि सकलव्यवहारकर्ता समस्ति न वा? । आद्ये स नामग्राहं प्रसाद्यः, अन्त्ये च कथं तत्र तद्व्यवहारप्रवृत्तिः ? इति प्रश्नोऽत्रोत्तरम्-उत्तरभरतार्धेऽपि जातिस्मरणादिभाक् क्षेत्राधिष्ठायकदेवो वा कश्चित्तत्र नीतिप्रणेता, कालानुभावतः स्वतोऽपि वा कियन्नैपुण्यं जायत કૃતિ 1ારૂ-૭રૂ-૧૭૭||
પ્રશ્નકાર મહોપાધ્યાય શ્રીસુમતિવિજયગણિના શિષ્ય પંડિત ગુણવિજયગણિ
પ્રશ્નઃ- જેમ દક્ષિણ ભરતાર્ધમાં સકલ વ્યવહારના કર્તા શ્રીઋષભદેવસ્વામી થયા, તેમ ઉત્તર ભરતાર્ધમાં તમામ વ્યવહારના કર્તા કોઈ પણ થાય છે કે નહિ? જો થયા હોય તો કોણ થયા છે તેનું નામ જણાવવા કૃપા કરશો? અને ન થયા હોય તો ત્યાં વ્યવહારની પ્રવૃત્તિ કેવી રીતે પ્રવર્તિ?
ઉત્તરઃ- ઉત્તર ભરતાર્ધમાં પણ કોઈ જાતિસ્મરણાદિ જ્ઞાનનો ધણી, અથવા કોઈ ક્ષેત્રાધિષ્ઠાયક દેવ વ્યવહારને—નીતિને પ્રવર્તાવનાર હોઈ શકે છે. અથવા કાલના પ્રભાવથી સ્વતઃ પણ કેટલીક નિપુણતા ઉત્પન્ન થાય છે. ૩-૭૩-૧૭૭
८८