________________
844
હૃદય નયન નિહાળે જગધણી
21 શ્રી નોંમનાથ ભગવાનનું સ્તવને
ખટદરિસણ જિન અંગ ભણીજે, ન્યાય ષડંગ જો સાધે રે; નમિ જિનવરના ચરણઉપાસક, ટ્ દરશણ આરાધે રે
૫.૧
જિન સુરપાદપ પાય વખાણું, સાંખ્ય-યોગ દોય ભેદે રે; આતમસત્તા વિવરણ કરતા, લહો દુગ અંગ અખેદે રે। ..૨ ભેદ અભેદ સુગત મીમાંસક, જિનવર દોય કર ભારી રે; લોકાલોક અવલંબન ભજીયે, ગુરુગમથી અવધારી રે
૫.૩
લોકાયતિક કૂખ જિનવરની, અંશ વિચાર જો કીજે રે; તત્ત્વવિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કિમ પીજે રે ૯.૪ જૈન જિનેશ્વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે; અક્ષર ન્યાસ ધરા આરાધક આરાધે ધરી સંગે રે
૫.૫
જિનવરમાં સઘળા દરિશન છે, દર્શને જિનવર ભજનારે; સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજના રે।। ૫.૬ જિન સરૂપ થઇ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; ભૃગી ઇલિકાને ચટકાવે, તે ભૃગી જગ જોવે રે
૫.૭
સમાધિસ્થ થનાર તનભાવ અને મનભાવ છે. તન એ સ્થૂલ દેહ છે જ્યારે મન એ સૂક્ષ્મ દેહ છે.