________________
દ્વૈત | અદ્વૈત
ક્રિયા છે તેથી કંપન છે. એના પરિણામે ક્ષેત્રક્ષેત્રાંતરતા અને રૂપરૂપાંતરતા એટલે કે પરિભ્રમણ અને પરિવર્તનતા છે. માટે જ ગુપ્તિ એ સાધના છે અને સ્થિતિ-પરમધૈર્ય એ સિદ્ધિ છે.
.
પૂર્ણ એવો આત્મા આજે, કરવાપણાના ભાવથી કર્મસંયોગે અપૂર્ણ બન્યો છે. અક્રિય એવો સક્રિય બન્યો છે. અકંપિત એવો સ્પંદિત-કંપિત બન્યો છે. નિસ્તરંગ એવો તરંગિત બન્યો છે. નિર્વિકલ્પ એવો સવિકલ્પ બન્યો છે. નીરિહી-નિર્મોહી-વીતરાગી એવો મોહી-રાગીદ્વેષી બન્યો છે. નિરાહારી એવો આહારી બન્યો છે. જ્ઞાની એવો અલ્પજ્ઞાની-અજ્ઞાની બન્યો છે. અનામીઅરૂપી-અમૂર્ત એવો નામી-રૂપી-મૂર્ત બન્યો છે. અમન એવો સમન થયો છે. અયોગી-અદહી-અશરીરી એવો સયોગી-સદેહી-સશરીરી થયો છે. અથ્યત એવો સ્થૂત થયો છે. અચલ-નિશ્ચલ એવો સચલ-ચંચળ થયો છે. અખંડ-અભંગ એવો ખંડિત થયો છે, નિત્ય એવો અનિત્ય થયો છે. અક્ષર એવો ક્ષર થયો છે. તેથી જ આનંદસ્વરૂપ અદ્વૈત એવો સુખ-દુઃખરૂપ દ્વૈત બન્યો છે.