________________
1232 , હૃદય નયન નિહાળે જગધણી
અને પિપીલીકા માર્ગ બતાવેલ છે તે ઉભયમાંથી પિપલીકા માર્ગ પકડી ઉધ્વરોહણ-ઉર્ધ્વગતિનો પ્રારંભ આ ભૂમિકાએ થાય છે. આ તબક્કે અતીત, અનાગત અને પરકીયતા સ્વરૂપ વક્રતાનો ત્યાગ છે તથા વર્તમાનનો તેમજ સ્વકીય રૂપ ઋજુતાનો સ્વીકાર છે, માટે ઋજુસૂત્રતા છે. સર્પ દરમાં પેસતા પહેલાં વક્રગતિ છોડી સરળગતિ-સીધીગતિ પડે તેવી સ્વધામ-મુક્તિધામમાં પ્રવેશ પૂર્વેની સરળતા-ઋજુતા આ તબક્કે આવે છે. ઊંધાઈ-અવળાઈ હતી તે સીધાઈ-સવળાપણામાં પલટાય છે. . .
નૈગમ અને વ્યવહારનય સંમત માન્યતામાં જીવનું પાપથી બચવાનું. લક્ષ્ય હોઈ શકે છે. પાપથી બચવા માટે થઈને પાપ પ્રવૃત્તિ ઘટી શકે છે. પરંતુ અંતઃકરણની એના યથાર્થ સ્વરૂપમાં ઓળખ નથી. વચન અને કાયા બહિષ્કરણ એટલે કે બહારના બાહ્ય સાધન છે અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ અંતઃકરણ એટલે કે અંદરના અત્યંતર સાધન છે, એવો ભેદ હજી પકડાયો નથી; તેથી મનમાં શુભભાવો વર્તે તો પણ પુણ્યબંધ દ્વારા સદ્ગતિનો માર્ગ છે પણ અંતઃકરણની યથાર્થ ઓળખ ન હોવાના કારણે અધ્યાત્મનો માર્ગ નથી. ગુણો ગમે છે, દોષો નથી ગમતા પરંતુ ગુણો જ ગમે છે, ગુણોની જરૂચિ છે એમ નથી અને દોષો ન જ જોઈએ તેમ નથી. દોષો પ્રત્યે તીવ્ર નફરત, તીવ્ર અરૂચિ નથી માટે કષાયોનું દબાવાપણું છે અને તેથી સદ્ગતિ હોઈ શકે પણ દોષો અને કષાયોનું ઘટવાપણું નથી. દોષોનો, કષાયોનો પાવર (ફોર્સ) ઘટે છે પણ તેની જાત બદલાતી નથી, બળ-પાવર ઘટે છે પણ તેની જાત બદલાતી નથી. દળ ઘટતુ નથી માત્ર ભાત બદલાય છે. તેથી આત્મવિકાસ અને સાનુબંધ સદ્ગતિ નથી. ઉપશમ છે પણ ક્ષય નથી. કષાયોની કાલિમાને ઢાંકવાપણું છે પણ કષાયોના કાઢવાપણાથી ઉજળાપણું એટલે કે શુદ્ધિકરણ નથી. જ્યારે
અનંતાનુબંધી કષાય એટલે સ્થૂલતાએ દેહમાં “હું” બુદ્ધિ. તેમ સંજ્વલના કષાય એટલે સૂટમતાએ દેહમાં “હું” બુદ્ધિ.