________________
શ્રી મહાવીરજી , 1213
-
I218
પ્રગટે છે, તેને વિશુદ્ધ બનેલ ઉપયોગ ખસેડતી નથી અર્થાતુ યોગોની અચલતાને તે ડગાવી શકતી નથી. વર્ધમાન વિશુદ્ધ ઉપયોગકાલે યોગોની સ્થિરતા પણ વર્ધમાન બને છે.
જો કે તેરમા સયોગી કેવળી ગુણસ્થાનકે કાયયોગ અને વચનયોગના માધ્યમે આહાર, વિહાર, દેશનાદિની પ્રવૃત્તિ હોય છે; તેને લીધે એક સમયનો ઇર્યાપથિક બંધ હોય છે પણ તે બંધ સંસારને વધારનારો હોતો નથી. કારણકે ત્યાં પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ જ હોય છે, રસબંધ અને સ્થિતિબંધ નથી હોતા. બળી ગયેલી સિંદરી-દોરડી જેવો બંધ હોય છે. પહેલે સમયે બંધ, બીજે સમયે ઉદય અને ત્રીજે સમયે તે નિર્જરી જાય છે. કારણકે ત્યાં અકાષાયિક યોગકંપન એટલે કે માત્ર આત્મ પ્રદેશોમાં સામાન્ય કંપન હોય છે. જ્યારે તેનાથી નીચેના ગુણસ્થાનકોમાં તો યોગની સાથે કષાય હોય ત્યારે તો આત્માના પ્રદેશો ચૂલા પર ચડેલા પાણીની જેમ ખદબદતા-ઉછળતા હોય છે એટલે ત્યાં વીર્યગુણનું સહજ પ્રવર્તન નથી હોતું. જ્યારે ચૌદમા અયોગી ગુણસ્થાનકે તો યોગ નિરોધ હોવાથી સંપૂર્ણપણે યોગોની સ્થિરતા છે તેથી ત્યાં આત્મપ્રદેશોનું જરા પણ કંપની નથી. ચૌદમા ગુણસ્થાનકે શેલેશીકરણ છે એટલે મેરૂની જેમ અડોલ અને નિષ્પકંપ બનેલ છે. એટલે ત્યાં કોઈ પણ કર્મપ્રકૃતિનો બંધ નથી અને સિદ્ધ અવસ્થામાં તો શુદ્ધ, નિરંજન, નિરાકાર સ્થિતિને તે પ્રાપ્ત કરે છે. " મોહનીય કર્મના સદ્દભાવમાં, વેદનીય કર્મ પહેલાં સુખ-દુખની લાગણી ઉત્પન્ન કરતું હતું, તે અસર હવે સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ એટલે કેવલી અવસ્થામાં શાતા-અશાતા માત્ર દશ્યરૂપે રહી. નામકર્મ તથા ગોત્રકર્મ, પહેલાં દેહભાવ અને અભિમાન પોષવામાં નિમિત્ત બનતા હતાં, તે હવે આત્મભાવકારક અને પૂર્ણ પ્રભુતાદર્શક બને છે. આયુષ્ય
કર્મ સ્વરૂપને દબાવી શકે છે પણ સ્વરૂપનો નાશ નથી કરી શકતાં.
જ્યારે પાપનો નાશ થઈ શકે છે પણ પાપ છૂપાવી નથી શકાતું.