________________
| શ્રી મહાવીરજી , 1211
. પ્રભુની પાસે “તું તાર, તું તાર” એમ બોલીએ પણ શ્રદ્ધાનો વળાંક જ વિનાશી તત્ત્વો તરફ ઢળેલો હોય તો માત્ર બોલવાથી શું વળે? અધ્યાત્મના માર્ગમાં આગળ વધી શીઘ મોક્ષ પામવા; કોરી ક્રિયા કે કોરા શબ્દોની નહિ પણ હૃદયની કિંમત છે. જે હૃદયમાં સરળતા, લઘુતા, મૃદુતાદિ ગુણોનો વાસ છે, તે હૃદયમાં પ્રભુનો વાસ છે. આ કડીમાં કવિશ્રી જીવની અનંતકાળની વણથંભી ચાલી રહેલ સંસાર યાત્રાને ઓળખાવી રહ્યા છે અને તેમાંથી છુટી મુક્તિને પામવા સન્મતિથી વીર્ય શક્તિનો સદુપયોગ કરવા જણાવી રહ્યા છે. - બુદ્ધિ એ બેધારી તલવાર છે, એ બગાડે પણ અને સુધારે પણ. બગડેલી બુદ્ધિ બગાડે, સુધરેલી બુદ્ધિ સુધારે. માટે કહ્યું છે કે બુદ્ધિમાં વધારો નહિ માંગવો પણ સુધારો માંગવો, સુધરેલી બુદ્ધિ એ સદ્ગદ્ધિ છે-પ્રજ્ઞા છે-વિવેક છે. : વર્તમાનમાં અનેક પ્રકારની વિડંબનાઓ વેઠીને કદર્થનાપૂર્વક બૂરી હાલતે મરતાં અનેક જીવોના મૃત્યુને જોઈને હે જીવ! તું એ વિચાર કે પૂર્વના અનેક ભવોમાં તારા પણ આવા જ મૃત્યુ થયેલા છે. વારંવાર વિચાર કરીને તે જીવ ! તું આ સંસારથી વિરામ પામ, પાપથી પાછો 'ફર અને વૈરાગ્યને પ્રગટાવ ! વર્તમાનમાં જુદા જુદા જીવોના જુદા જુદા પ્રકારના મૃત્યુ, એ તારા પૂર્વના અનેક ભવોના સરવાળાના મૃત્યુ રૂપ છે.
આ સંસાર દેહ સંબંધે પોતાનો લાગે છે-સાચો લાગે છે-સારો લાગે છે. જીવને અનાદિકાળથી દેહમાં હું પણું છે તેથી દેહ સંબંધી પદાર્થોમાં લાગણી પ્રવર્તે છે. તે પદાર્થોનો વિયોગ થતાં લાગણી કચડાય છે અને તેથી દુઃખ અનુભવાય છે. પરંતુ દેહ જ પોતાનો નથી-મિથ્યા
આસનસ્થ રહેવું એ કાયયોગનું ધ્યાન છે.