________________
શ્રી મહાવીરજી
1209
લેશ્યાના સંગમાં અસંખ્ય પ્રકારે જે અશુભ યોગમાં પ્રવર્તğ છે – વપરાયું છે; તે હવે ખૂંચે છે, ડંખે છે, કઠે છે, દુઃખી કરે છે.
હવે અભિસંધિજ મતિથી શક્તિ પ્રમાણે વિવેકી બનીને એ પુદ્ગલ પરમાણુને વિશેષે કરીને એટલે કે શુભભાવે લેસુ અર્થાત્ અશુભકર્મને શુભરૂપે પરિણમાવશું અને નવા શુભ પુદ્ગલ પરમાણુ ગ્રહીશું-લઇશું જેથી વીર્યનું શુદ્ધના લક્ષ્ય શુભમાં જ પ્રવર્તન રહે.
આજે પણ દરેક જીવના આત્મા પર અસંખ્ય ભવોના કર્મો ચોટેલા છે. અસંખ્ય ભવોના કર્મો અને અનંતભવોના સંસ્કારોના કાફલાને લઈને જીવ માત્ર એક ગતિમાંથી બીજી ગતિમાં રવાના થાય છે, આત્માને જગાડનાર, આત્માને ઓળખાવનાર, આત્મજ્ઞાની સદ્ગુરુનો યોગ ન મળે, ત્યાં સુધી અજ્ઞાન-મહા અજ્ઞાન-મહામિથ્યાત્વ પડેલું હોવાના કારણે જીવને આશ્રવ અને બંધનો જ માર્ગ છે. અજ્ઞાનીના લલાટે વિધાતા સંવર નિર્જરાના લેખ કેમ લખી શકે?
જ્યારે જ્યારે આર્યદેશાદિ સામગ્રી સંપન્ન સંસ્કારી માનવ ભવ મળ્યો; તે છુટવા માટે જ મળ્યો હતો પણ જીવે કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગને વશ થઇને નવા નવા કર્મો ઉપાર્જન કરવામાં જ તેને વેડફ્યો. અસંખ્ય પ્રકારે દેહ ધારણ કર્યાં, અગણિત કાંક્ષાઓ-ઇચ્છાઓ કરી, એકે યપૂરી ન થઈ, અધુરી ઇચ્છાઓમાં જીવ અનંતીવાર મર્યો. એટલે જ એક ચિંતકે મોત અને મોક્ષની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે...
મોહરૂપી જગતનો જ્ઞાનથી નાશ કરવાનો છે. પછી જગત નિરંતર જ્ઞાનમાં પ્રતિબિંબિત રહે છે.
શ્વાસ ખૂટી જાય અને ઈચ્છા બાકી રહે એનું નામ મોત, શ્વાસ બાકી હોય અને ઈચ્છા ખૂટી જાય એનું નામ મોક્ષ. પોતે અગુરુલઘુ સ્વભાવનો હોવા છતાં અનંતી વાર કર્મોથી ભારે