________________
શ્રી પાર્શ્વનાથજી , 1191.
ભિન્ન સ્વભાવવાળા દ્રવ્ય છે એ વાત ખોટી છે. ઉપાદાન પણ ગુરુલઘુસ્વભાવવાળું છે અને નિમિત્ત પણ ગુરુલઘુસ્વભાવવાળું છે જ્યારે આત્મા અગુરુલઘુ સ્વભાવવાળો છે.
દરેક દ્રવ્ય પોતાની પરમ શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે તે દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી. ત્યારે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ આપતું પણ નથી અને બીજા દ્રવ્ય પાસેથી કાંઈ લેતું પણ નથી. શુદ્ધ ચેતન દ્રવ્ય અને શુદ્ધ પુદ્ગલ દ્રવ્ય બને જુદા જ છે. એ બંને પોતપોતાના સ્વભાવમાં જ કામ કરે છે. કોઈ વિભાવનું કામ કરતું નથી. દ્રવ્યોનો સ્વભાવ તો આવો જ હોય છે પણ મનુષ્યો કે તેના ઉપલક્ષણથી બધા જ સંસારી જીવો એ દ્રવ્યનું વિકૃત સ્વરૂપ છે એટલે કે શુદ્ધ ચેતન પણ નથી અને શુદ્ધ પુદ્ગલ પણ નથી પણ બંનેના સંયોગથી થયેલ વિકૃત દ્રવ્ય છે. મનુષ્ય દેહ સ્વાભાવિક પુદ્ગલ પણ નથી કારણકે ચેતન સાથે પુદ્ગલ ક્ષીરનીરન્યાયે મળ્યું છે. માટે મનુષ્ય શરીરને કાયયોગ, સચિત્ત સ્કંધ વગેરેની ઉપમા મળે છે. જે ખાલી સ્વાભાવિક પુલ નથી પણ ઉપદેશ, જ્ઞાની પુરુષના હાવ-ભાવ, તત્વનું ચિંતન એ બધું વૈભાવિક-વિકૃત પુગલ જ છે કારણકે તેમાં ચેતન દ્રવ્ય અને પુલનો સંયોગ ભળેલો જ છે. તો વિકૃત પુદ્ગલ પોતે વિકૃત પુલનું કાંઈ કરે તો તેમાં ખોટું શું છે? વર્તમાનકાલીન આપણી આ અવસ્થા પણ કર્મના ઉદયને પામીને જ થઈ છે ને? વિકૃતતા કરે છે પણ વિભાવભાવને પામેલ પુલ અને વિકૃતતા મટાડે છે પણ તેવું જ પુગલ. માત્ર વિકૃતતા મટાડવા જ્ઞાનીપુરુષના નિમિત્ત રૂપ વિશિષ્ટ આલંબન જોઈએ, જે મળતાં વિકૃત પુદ્ગલ પોતાની વિકૃતતાને છોડીને ચૈતન્યથી છુટું પડી જાય છે.
શરીર બંધન નથી. પરંતુ શરીર વિષે જે “હું પણું છે તે જ બંધનરૂપ છે. દોરડું બંધનરૂપ નથી પણ દોરડાની જે વીંટ (આંટા) છે અને ગાંઠો પડી છે તે જ બંધનરૂપ છે.