________________
શ્રી પાર્શ્વનાથજી , 1185
છે '4િ5
અગુરુલઘુગુણનું પ્રાગટ્ય છે. એ ગુણ તો પોતાના આત્માનો જ છે, જે અન્ય દ્રવ્યોમાં પણ રહેલ છે. એ નિજગુણ પ્રાપ્ત થતાં તે ગુણના વેદનમાં અર્થાત્ તે ગુણના પ્રકાશમાં અન્ય દ્રવ્યનો પણ જે સમાનધર્મ અગુરુલઘુ છે તે દેખાતા સર્વ શેયોનું જાણંગાણું થઈ જાય છે.
એક દેશીય દૃષ્ટાંત આપતાં બતાવે છે કે જેમ જલમાં અને દર્પણમાં નિર્મળતા અને સ્થિરતા આવવાથી બિંબનું પ્રતિબિંબ પડી જાય છે તેમ વીતરાગતા, સ્થિરતા, નિર્વિકલ્પતા આવવાથી આત્માના અગુરુલઘુગુણમાં અન્ય દ્રવ્યોના અગુરુલઘુગુણ દેખાતા સર્વ શેયોનું જાણંગપણું સહજ જ આવી જાય છે. સ્તવનની સાતમી કડીનો આ અર્ક છે-નિચોડ છે. '
શ્રી પારસજિન પારસરસ સમો, પણ ઈહાં પારસ નાંહી, સુજ્ઞાની પૂરણ રસીયો હો નિજગુણ પરસનો, આનંદઘન મુજ માંહી.. સુજ્ઞાની.૮
અર્થ શ્રી પાર્થપ્રભુ પારસમણિ જેવા હોવા છતાં મોક્ષમાર્ગમાં તે પારસ નથી. પાર્થપ્રભુ જગતને તારવામાં નિમિત્તકારણ બનતા હોવા છતાં તેમનામાં કારકતા નથી. પૂર્ણ રસથી ભરપુર, પોતાના ગુણોમાં પ્રસન્ન • અર્થાત નિમગ્ન એવા આનંદઘન તો મારામાં જ રહેલા છે. અર્થાત્ આનંદના ઘન સમાન ઐશ્વર્ય તો મારામાં જ રહેલું છે માટે મારે બહારમાં ક્યાંય જવાની જરૂર નથી.
વિવેચનઃ પારસમણિના સ્પર્શથી લોઢું જેમ સોનું બને છે તેમ શ્રી પાર્શ્વનાથ પ્રભુએ બતાવેલા માર્ગને સમજી તેમને ભક્તિ-ભાવપૂર્વક વંદન કરતો આત્મા સમ્યકત્વ ગુણને પ્રાપ્ત કરી મોક્ષના શાશ્વત સુખને મેળવવાવાળો થાય છે.
ક્ષણભંગુરતા-અનિત્યતા-ક્રમિકતાનો જે ત્યાગ કરે, તેને વિવેકજ્ઞાન ઉત્પન્ન થાય,
અક્રમિક બને અને નિત્યતાને પ્રાપ્ત કરે.