________________
-
શ્રી પાર્શ્વનાથજી
1175
• આત્માની દૃષ્ટિએ વિચારતાં ચૌદપૂર્વધર જેવા બધાંય મહાપુરુષો શ્રુતજ્ઞાનથી એક સરખા હોય તો પણ મતિજ્ઞાનના ક્ષયોપશમના ઓછાવત્તા પણાથી ત્યાં પણ સ્થાન પતિતપણું બતાવ્યું છે, તરતમતા ઘટાવેલ છે.
માત્ર એક જ આકાશ પ્રદેશમાં એક પરમાણુથી માંડીને સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી કે અનંત પ્રદેશી ઢંધો સમાય છે કારણકે અગુરુલઘુ ગુણ આકાશ અને પુદ્ગલ બંનેમાં છે જ્યારે એક નાનામાં નાના નિગોદ જેવો જીવ પણ રહેવા માટે આકાશના અસંખ્યાત પ્રદેશોમાં જ રહી શકે છે પણ તેનાથી ઓછામાં નહિ. તેમાં જીવનું ક્ષેત્ર પરિણમન એ કારણ છે પણ તેમાં આકાશનો કોઈ વાંક નથી. - એક સિદ્ધનો જીવ જેટલા આકાશ પ્રદેશની અવગાહનામાં અરૂપી અને અમૂર્ત રૂપે રહેલ છે બરાબર તેટલા જ આકાશ પ્રદેશમાં અને તે જ આકાશ પ્રદેશમાં અનંત સિદ્ધો અવગાહના લઈ સાદિ અનંતકાળ રહી શકે છે. તેનું કારણ પણ આકાશ અને સિદ્ધના જીવોમાં રહેલ આ અગુરુલઘુગુણ છે. વાત કેવલી ગમ્ય છે પણ શ્રદ્ધાળુને શ્રુતગમ્ય છે. - સિંદ્ધના જીવોના સદશ પર્યાયોના ઉત્પાદ-વ્યય સ્વતઃ છે. સંસારી જીવોના જ્ઞાન પર્યાયના ઉત્પાદ વ્યય સ્વતઃ છે, જ્યારે કર્મજન્ય જન્માદિ પર્યાયો પરતઃ છે. છ એ દ્રવ્યોનું ઉત્પાદ-વ્યય-ધ્રુવ રૂપે પરિણામ પામવું તેં પરિણામિક ભાવ છે. ધૃવત્વ પણ પારિણામિક છે, જીવમાં પારિણામિક ભાવનું પરિણમન મુખ્યત્વે બે પ્રકારે છે. ભવ્યત્વ અને અભવ્યત્વ.
આત્માનો દ્રવ્ય પર્યાય એક છે, ગુણ પર્યાયો અનંતા છે. વળી સૈકાલિક હોય તે વ્યંજન પર્યાય કહેવાય અને વર્તમાનકાલીન હોય તે અર્થ પર્યાય કહેવાય.
સાવરણ છે એને નિરાવરણ કરવાનું છે એટલે કે અંદર રહેલ તત્ત્વને બહાર લાવવાનું છે.
પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે એટલે કે પ્રગટીકરણ કરવાનું છે.