________________
1162 , હૃદય નયન નિહાળે જગધણી
આત્મા જ્યારે સંસારી અવસ્થામાં છે ત્યારે તેનું જ્ઞાન કર્મથી ઢંકાયેલું હોવાના કારણે તે જ્ઞાન પર પદાર્થને જાણવા માટે જાય છે એટલે ત્યાં જ્ઞાનોપયોગ પર પદાર્થમય બને છે; એનો ખ્યાલ કરીને પૂર્વપક્ષી આ આપત્તિ આપે છે કે તો પછી આત્મ સત્તા-જ્ઞાન સત્તા તો પોતાનામાં રહેવા સ્વરૂપ છે, તે કેવી રીતે ઘટી શકશે? તેનું સમાધાન કવિશ્રી અગુરુલઘુગુણના સાધમ્પના દૃષ્ટાંતથી સાતમી કડીમાં આપે છે અને જણાવે છે કે આ અગુરુલઘુ એવા નિજગુણને દેખતાં કેવલી અને સિદ્ધના જીવો, સકળ પર દ્રવ્યોને જોઈ રહ્યા છે. આ ગુણની સ્વચ્છતા, નિર્મળતાના પ્રભાવે પર પદાર્થનું જ્ઞાન કરવા છતાં તેઓ પોતાનામાં જ રહે છે કારણકે ત્યાં જ્ઞાનોપયોગ પરને જાણવા જતો નથી પણ દર્પણથી પણ અધિક સ્વચ્છ કેવલજ્ઞાનમાં આખું જગત તેમાં રહેલ શેયત્વ ગુણના કારણે આ જ્ઞાનત્વ શક્તિના અચિંત્ય પ્રભાવથી એક સમયમાં જ જ્ઞાનની પર્યાયમાં જણાઈ જાય છે. એ અગુરુલઘુગુણ શું છે તેનું સ્વરૂપ વિસ્તારથી સાતમી કડીના વિવેચનમાં જણાવાયેલ છે.
આત્મા કર્મનો ઉદય અને સંયોગોને આધીન બનીને જ્યારે શુભાશુભ ભાવ કે જેને અધ્યાત્મ શૈલિમાં અનાત્મભાવ કહે છે, તેને કરે છે ત્યારે પરપણું પમાય છે અને તેમ થતાં અપૂર્ણ, અસ્થિર બનાય છે. જ્યારે સ્વસત્તા અવિનાશી, પૂર્ણ અને નિત્ય હોવાથી સ્વસત્તામાં રહેવા વડે કરીને સ્થિર બનાય છે. સ્થાયી થવાય છે. પછી અસ્થાયીતા એટલે પરિભ્રમણતાભવભ્રમણતા, અનિત્યતા, પરિવર્તનતા પણ ટળી જાય છે.
અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્યનું પરાકાષ્ટાએ સ્વરૂપગુણમાં પરિણમન, તે જ અનંત ચતુષ્કમયિ સ્વ સત્તા છે, તે પ્રગટે છે, ત્યારે આત્મા સ્વમય બની ગયેલો હોવાથી
દેહભાવ ભૂલવો એ જ્ઞાનદશા વિવેક (ભેદજ્ઞાન) છે.