________________
શ્રી પાર્શ્વનાથજી , 1137
- 11,
પડઘો પાડતાં અપૂર્વ અવસરની કડીમાં લખે છે કે –
- સાદિ અનંત-અનંત સમાધિ સુખમાં, - અનંત દર્શન-જ્ઞાન અનંત સહિત જો.
પોતાના ઘરમાં જ પોતાપણું હોય અને તે પોતાપણાનું સુખ હોય. પારકાના ઘરમાં પરાયાપણું હોય જે બોજારૂપ અને દુઃખરૂપ હોય. આ વ્યવહારની વાત જેટલી જીવન વ્યવહારમાં લાગુ પાડીએ તેટલી જ તેને અધ્યાત્મ ક્ષેત્રે લાગુ પાડવાની છે.
પોતાના ઘરમાં - પોતાની સ્વસત્તામાં જ્ઞાનમય ચિરૂપ રહેવામાં જ જે કાંઈ સર્વ જણાઈ જાય છે, તે સર્વ જાળંગપણાથી સર્વવ્યાપીતા છે. જાણવા જવાની ક્રિયામાં તો સ્વરૂપનું પરરૂપ કરવાપણું છે. પરરૂપે થવામાં તત્ત્વપણું નથી. શેયમાં ભળવાથી જોયાનંદ છે, જે પરભાવવિભાવભાવ છે. શાતાભાવથી જ્ઞાનાનંદ-આત્માનંદ-ચિદાનંદ છે, તે
સ્વભાવ છે. વિભાવમાંથી જ્ઞાતા-દષ્ટાભાવરૂપ સાધનાભાવમાં થઈ તેમાંથી આગળ વધી અને સ્વભાવમાં સ્થિર થવું, લીન થવું તે સુજ્ઞાનીનું કર્તવ્ય છે; એવો આ દ્વિતીય ગાથાનો સૂર છે અને તેથી આ દ્વિતીય ગાથા અદ્વિતીય બની જઈ આપણી રોમરાજને ઉલ્લસિત કરે છે.
પર રૂપે પરિણમવામાં તત્ત્વપણું નથી એટલે આત્મપણું નથી કારણકે સ્વસત્તા ચિટ્ટુપ છે એ વાતને બીજી કડીમાં બતાવ્યા પછી હવે ત્રીજી કડીમાં પોતાના નિજ પદમાં રમણતા કરવામાં જ ક્ષેમકુશળતા છે, પર ઘરમાં તો દુઃખ જ છે એ વાતને બતાવતા કહે છે -
શેય અનેકે હો જ્ઞાન અનેકતા, જલ ભાજન રવિ જેમ, સુજ્ઞાની, દ્રવ્ય એત્વપણે ગુણ એક્તા, નિજ પદ રમતો હો એમ. સુજ્ઞાની.૩
બ્રહ્માકાર વૃત્તિ કરવી જોઈએ અને જગદાકાર વૃત્તિ છોડવી જોઈએ.
વૃત્તિમાં બ્રહ્મસ્વરૂપ મણતા નિરંતર થવી જોઈએ.