________________
શ્રી નમિનાથજી 865
વિવેચન ઃ બૌદ્ધમતમાં આત્માને ક્ષણિક માનેલો છે. પંચ સ્કંધમાં જે ક્ષણેક્ષણે ફેરફાર થાય છે તેને લઈને ક્ષણેક્ષણે ઉત્પન્ન થતો અને નાશ પામતો એવો વિજ્ઞાન સ્વરૂપ આત્મા માનેલો છે એટલે એક દેહમાં પણ ક્ષણેક્ષણે આત્મા બદલાઇ રહ્યો છે, તેમ દેહપણ પ્રત્યેક ક્ષણે બદલાઇ રહ્યો છે. દેહમાં સતત ચાલતી ચયાપચયની ક્રિયા એ દેહમાં બદલાવ છે અને સાધક ભાવમાં થતી ફેરફારી એ ભાવબદલાવ છે. જગતના તમામ પદાર્થો પ્રતિક્ષણ પરિવર્તન પામી રહ્યા છે. જિનેશ્વર ભગવાનના શાસનમાં પણ પર્યાયાર્થિકનયે દરેક વસ્તુના પર્યાયોને પ્રતિક્ષણ બદલાતા માન્યા છે. પર્યાય એટલે જ પલટણ, જે વિદેશ અને સદશ પ્રકારની હોય છે. મોક્ષના માર્ગમાં–અધ્યાત્મના માર્ગમાં વિદેશ પર્યાયને સદેશ બનાવવાની છે. શુદ્ધ પર્યાય એ પ્રિયતમા છે. શુદ્ધ દ્રવ્ય એ પ્રિયતમ છે. બન્નેનું અભેદ મિલન કરવાનું છે. સંસારદશા એ આત્માની વિભાવદશા છે, તેથી કર્મને આશ્રિત પુદ્ગલથી પ્રાપ્ત થતા દેહમાં ક્ષણેક્ષણે અવસ્થા બદલાયા જ કરે છે અને પુદ્ગલ દ્રવ્ય તો સ્વભાવથી વિનાશી છે માટે તેના પર્યાયો પણ સતત બદલાયા કરે છે. આમ પર્યાયાર્થિક નયથી વિચારતાં બૌદ્ધદર્શનની વાત સાચી છે માટે તે જિનેશ્વર પરમાત્માના અંગરૂપ છે, એમ કહી શકાય છે.
આનાથી વિપરીત મિમાંસકો સર્વમાં એક જ આત્મા માને છે. તેઓ શ્રુતિ અનુસારે કહે છે કે –
एक एव भूतात्मा भूते भूते व्यवस्थितः । પુછ્યા વહુધા દૈવ, દૃશ્યને ખતચંદ્રવત્।।
જેમ ચંદ્રમા એક જ હોવા છતાં દરેક સરોવરમાં ભિન્નભિન્ન દેખાય છે તેમ આત્મા એક હોવા છતાં પણ પ્રત્યેક શરીરે ભિન્નભન્ન દેખાય છે.
અવિરતિએ આત્માના પૂર્ણ સ્વરૂપને આવૃત્ત કરેલ છે.