________________
શ્રી પાર્શ્વનાથજી , 1129
. અહીં એટલું સમજવું જરૂરી છે કે દરેક દ્રવ્યોમાં ‘અપ્રવેશી ગુણધર્મ રહેલો છે. એટલે નિશ્ચય નયથી કોઈ પણ દ્રવ્ય, પોતાનું મૂળભૂત સ્વરૂપ છોડીને અન્ય દ્રવ્ય સ્વરૂપે કોઈ પણ કાળે થતું નથી, એટલે ચેતન, જડ બનવાનો, દ્રવ્યાંતર થવાનો પ્રસંગ નહીં આવે. આમ છતાં વ્યવહારથી જીવ અને પુદ્ગલ દ્રવ્યોમાં સાંયોગિક ભાવે સપ્રવેશીપણું પણ છે માટે પુદ્ગલમાં ઉપચરિત ચેતનત્વ આવે છે. આત્માના સંયોગે શરીરને કાયયોગ અને સચિત્ત સ્કંધની ખ્યાતિ મળે છે અને આત્મા, શરીર સંયોગે ઉપચરિત જડ-દારિક વર્ગણાના સ્કંધ રૂપે જણાય છે. આગમશેલિથી જોતાં જણાય છે કે - “ .
આત્મા નિશ્ચયથી નિજગુણનો કર્તા છે. અનુપચરિત વ્યવહાર દ્રવ્ય કર્મનો કર્તા છે.
ઉમચરિત વ્યવહારે નગરાદિનો કર્તા છે. : આ વસ્તુના સ્વીકારથી સાધનામાં પણ વેગ આવે છે. જ્યારે આપણે મોદક રૂપ પુદ્ગલ દ્રવ્યને ભોગવીએ છીએ ત્યારે હકીકતમાં તો આપણે મોદકના સ્વાદને પોતાના રસનેન્દ્રિયના ક્ષયોપશમ વડે મતિજ્ઞાનના ઉપયોગથી જાણીએ છીએ. બીજું કાંઈ જ નથી પણ અજ્ઞાનથી મોદકને સુખનું કારણ કહીએ છીએ. કારણકે અજ્ઞાનથી જીવે પરમાં સ્વપણાની બુદ્ધિ સ્થાપી છે. પોતાના જ વૈભાવિક વિકલ્પનો પરના માધ્યમે ઉપભોગ છે. જડ વસ્તુમાં સુખ આપવાનો ગુણ કે શક્તિ જ નથી. પરની સાથે ઉપયોગનું જોડાણ કરીને પોતાનામાંથી જ નિષ્પાદિત સુખ પોતે પરના માધ્યમે અનુભવે છે અને અજ્ઞાને કરીને પરમથી સુખ મેળવવાની ભ્રાંતિમાં રાચે છે. જો પર સુખદાયી હોય તો પછી તે અન્ય સંયોગોમાં દુઃખદાયી કેમ બની જાય છે? તેનો વિચાર વિવેકી જીવે કરવા જેવો
આત્મા જ્ઞાનદશામાં જાગૃત છે, એની નિશાની રૂપે મોહનીય ભાવો ન થાય;
તો સમજવું કે આત્મા સજાગ છે.