________________
|
શ્રી પાર્શ્વનાથજી , 1127
શૈલિમાં દ્રવ્યની તેના ગુણપર્યાય સાથે અભેદની મુખ્યતા વિવક્ષિત છે અને તેથી દરેકે દરેક પર્યાય તેના આધારભૂત દ્રવ્યનું અવલંબન લઈને જ ઉત્પન્ન થાય છે. એટલે અહિંયા વિશુદ્ધ પર્યાયની ઉત્પત્તિમાં આધાર તરીકે આત્મદ્રવ્યને અપેક્ષિત માનવામાં આવ્યું છે જ્યારે અધ્યાત્મ શૈલિ એક જ આત્મ તત્ત્વના દ્રવ્ય, ગુણ, પર્યાયમાં ભેદ પાડે છે. તેમાં ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે નિશ્ચય અને સમયે સમયે ઉત્પન્ન થતી પર્યાય તે વ્યવહાર. અધ્યાત્મ શૈલિમાં ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એ પર્યાયનું કારણ મનાયું નથી પરંતુ તે તે શણ જ તે તે પર્યાયની જન્મદાતા માનવામાં આવી છે. આ રીતે જો વિચારવામાં આવે તો પદાર્થ સંગતિ બરાબર કરી શકાય છે.
ઉપાદાનપણે પ્રકૃષ્ટ કારણ તે કારણે અને તે કરણનું ફલ સાધ્ય તે કાર્ય તથા કાર્યને થવા માટે કરવારૂપ પ્રવૃત્તિ તે “ક્રિયા એટલે કર્તાનો વ્યાપાર. સિદ્ધ અવસ્થામાં પણ આ ત્રણે કરણ, કાર્ય અને ક્રિયા અભેદરૂપ છે. * જેમ કે જ્ઞાનગુણ તે “કરણ” જાણવું. જ્ઞાનગુણથી જે શેય પદાર્થનું જ્ઞાન થાય છે તે કરણનું ફલ છે-સાધ્ય છે માટે તે કાર્ય જાણવું તથા તે કાર્ય જાણવાને માટે જે જ્ઞાનની ફુરણા થઈ-જ્ઞાનનો વ્યાપાર થયો-જ્ઞાનનું પરિણમન થયું-પ્રવૃત્તિ થઈ તે ક્રિયા જાણવી. એ ત્રણેનો સિદ્ધાવસ્થામાં અભેદ છે. - જ્ઞાનગુણ જે કરણ રૂપ છે તે “ધ્રૌવ્ય” અંશ છે. જ્ઞાનગુણથી - જે શેય પદાર્થનું જ્ઞાન થયું જે કાર્યરૂપ છે તે “ઉત્પાદ” અંશ છે તથા તે કાર્ય જાણવાને જ્ઞાનની ફુરણા એટલે પ્રવૃત્તિ જે ક્રિયારૂપ છે તે “વ્યય” અંશ છે. આ ઉત્પાદ-વ્યય અને ધ્રોવ્ય, એ ત્રણે એક જ સમયે છે અને અભેદરૂપ છે. એ ત્રિવિધ પરિણામે જેને જ્ઞાનગુણ પ્રવર્તે છે, તેમ તે જ
આત્માની પોતાની થયેલી ભૂલને સુધારીને, આત્માને દોષરહિત બનાવી, અંતે સ્વરૂપનિષ્ઠ,
જે બનાવે છે, તે ઘર્મ છે.