________________
1110
હૃદય નયન નિહાળે જગધણી
માર્ગમાં સમજ, વિવેક એ અત્યંત મહત્વની ચીજ બની જાય છે; તેને બાજુ પર મૂકીને કાંઇ પણ કરી શકાય નહિ.
ઘઉંને જાણવા હોય તેને કાંકરાને જાણવા પડે, સત્ને જાણવા અસત્ જાણવું જરૂરી છે. જ્ઞાનને જાણવા અજ્ઞાન જાણવું જરૂરી છે. અસ્તિને જાણવા નાસ્તિને જાણવું જરૂરી છે; તો જ નાસ્તિની નાસ્તિ કરી અસ્તિની સાથે એકત્વતા સાધી શકાશે. અનીતિથી વેપાર ધંધા કરનાર અને પૈસા કમાનારને ખ્યાલ હોવો જોઇએ કે વર્તમાનમાં કરાતી અનીતિથી તો ભવાંતરે ધન ન મળે તેવું લાભાંતરાય કર્મ જ બંધાય છે. છતાં વર્તમાનમાં જે લાભ થતો દેખાય છે, પૈસા મળતા જણાય છે તે પૂર્વના પાપાનુબંધી પુણ્યના ઉદયથી છે, લાભાંતરાયના ક્ષયોપશમથી છે. આ માટે ‘‘જ્ઞાન દ્રિષ્યાખ્યાનું મોક્ષ:’” એ શાસ્ત્રવચનથી આત્મામાં પરમાત્મ સ્વરૂપ પ્રગટાવવા આત્માને ત્રીજી, ચોથી અને પાંચમી વિભક્તિના અવિરુદ્ધ અર્થમાં જોડવો જોઈએ.
ત્રીજી વિભક્તિ કરણ અર્થાત્ સાધન અર્થમાં છે એટલે જ્ઞાન અને ક્રિયા ઉભય વડે મોક્ષ સધાય છે. ઉપાદાન સ્વરૂપ આત્મા, પોતાનામાં ઉપયોગ રૂપ ક્રિયા વડે મોક્ષ સાધે છે એમ સમજવું.
ચોથી વિભક્તિમાં જ્ઞાન અને ક્રિયાને પરસ્પરના સંપ્રદાન દ્વારા સહકારી ભાવે જોડવાથી મોક્ષ સધાય છે એટલે ચોથી વિભક્તિનો અર્થ “આત્મગુણોને પરસ્પર સહકારી ભાવે પ્રયોજવાથી’’ મોક્ષ સધાય છે એવો કરવો જોઈએ.
પાંચમી વિભક્તિ અપાદાન એટલે છૂટા પડવાના અર્થમાં છે. કર્મપરિણામ રૂપ સમસ્ત પરપર્યાયમાંથી આત્મભાવની દૃષ્ટિ તેમજ
પ્રાયઃ ધર્મક્ષેત્રે, જ્યાં રુયિ નથી ત્યાં, જીવ અર્થના અનર્થ કરે છે; પણ સંસારમાં જીવર્ન રુચિ છે ત્યાં તો; તે અર્થના અનર્થ કરવાની અવળચંડાઈ કરતો નથી.