________________
1106
હૃદય નયન નિહાળે જગધણી
કરવા આવેલા અને ક્રોધના લાવારસથી ધગધગતા જીવો પ્રત્યે પણ પ્રભુએ ક્રોધની આગ નથી ઓકી, વૈર અને તિરસ્કાર નથી કર્યા પણ ક્ષમાના શાંત જળથી તેમને ભીંજવ્યા છે-નવરાવ્યા છે-હાર્યા છે. ખીલા ઠોકવા આવેલાને પણ કર્મનિર્જરામાં સહકારી માન્યા છે.
જે દૂર્જન થઈને મારવા, પીટવા, ત્રાસ આપવા આવે છે તેને પણ જે ઉદાર હૃદયે ક્ષમા આપે છે, તેવા આત્માઓને વિશ્વના તમામે તમામ જીવો પ્રત્યે ક્ષમા જ છે તેવું અનુમાન સહેજે કરી શકાય છે. જે પોતાને પ્રાણાંત ઉપસર્ગ કરે તેને પણ ક્ષમા આપે તેને વિશ્વના કાં જીવ પ્રત્યે વૈર હોઈ શકે ?
પ્રભુના સાધના કાળનું આ સૌંદર્ય હતું. તેનાથી પ્રભુ દિન-પ્રતિદિન ઘાતીકર્મોના ભુક્કા બોલાવી રહ્યા હતા. પોતાના આંત્મતેજને વિકસાવી રહ્યા હતા. ‘‘નિજ પદ કામી’' બન્યા પછી આવું સાધનાનું સૌંદર્ય આપણા આત્મામાંથી પણ નિખરવું જોઇએ-ઉપસવું જોઇએ-ઉભરવું જોઇએ.
પ્રભુ જેવા સમર્થ ધીંગાધણીને પામ્યા પછી આપણને વાતવાતમાં ઓછું આવે, વાતે વાતે ખોટું લાગે, વૈર-વિરોધની લાગણીઓ ભીતરમાં વધતી રહે તો “નિજ ગુણ કામી હો પામી તું ધણી’’ એ પંક્તિની સાર્થકતા ન થઈ કહેવાય.
ન
પ્રભુની જેમ સ્વરૂપ પ્રગટ કરવાની કામના તો જાગી પણ જો પ્રભુની જેમ આપણામાં સાધનાનું સૌંદર્ય ન નિખરે તો ‘ધ્રુવ પદમાં રમણતા કરનારા સ્વામી તે જ મારા છે બીજું કોઈ નથી !’’ એ વચન પ્રયોગ કેટલો સાર્થક થયો ગણાય ?!!
જ્યારથી નિજ પદ કામી થઇને સાધનાના શ્રીગણેશ મંડાય,
Real-નિરપેક્ષ સત્યની અપેક્ષાએ, Relative-સાપેક્ષ સત્ય; હંમેશા અસત્ છે-ખોટું છે.