________________
1104 , હૃદય નયન નિહાળે જગધણી
લપનું મૂળ શરીર જ છે. જો હું અશરીરી બનું તો આ બધી લપ છુટે! એમ વિચારી ભાવનાથી ભાવિત બની સંસારના બંધનો, વળગાડથી છુટવા જીવ નિજ પદ કામી બને છે.
હવે, સાધક પોતાના શુદ્ધ, નિત્ય સ્વરૂપને પ્રગટ કરવાની ઈચ્છા કરે છે, તેના માટે પ્રવૃતિ કરે છે અને કર્મ મહારાજાની મહેરબાની થતાં, ભવિતવ્યતાની સાનુકૂળતા થતાં, કાલ પરિપક્વ થયે પોતાના પ્રચંડ પુરુષાર્થથી ઘોર સાધનાનો આરંભ કરે છે. ઉપસર્ગ-પરિષદોને સમભાવે વેદે છે, ધ્યાન મગ્ન બને છે, નિત્ય આત્મ તૃપ્ત રહી ક્ષપકશ્રેણીના માધ્યમે પોતાના આત્માના આકાશે કેવલજ્ઞાનનો વિજય ધ્વજ ફરકાવે છે અને સાદિ અનંત ભાંગે આત્મતૃપ્તિને માણે છે. આ પૂર્તિ (તૃપ્તિ) પૂર્ણ. કરનારી અને પૂર્ણ રાખનારી સાચી પૂર્તિ અર્થાત્ સંતૃપ્તિ છે, જે કૃતકૃત્ય બનાવી ચક્રભ્રમણમાંથી છોડાવે છે. આત્મા સ્થાયી અનાદિઅનંત છે તેથી આ પ્રાપ્ત આત્મતૃપ્તિ અનંતકાલીન સ્થાયી હોય છે.
હવે, અહિંયા કોઈ પ્રશ્ન કરે કે જો સ્વરૂપ અનાદિકાળથી હતું તો પછી તેનો અનુભવ કેમ થતો નહોતો? તેનું સમાધાન એ છે કે અનાદિકાળથી સત્તામાં હતું પણ ઢંકાયેલું હતું, અવરાયેલું હતું, તેના ઉપર ઘાતીઅઘાતી કર્મોના હિમાલય જેટલા થરો જામેલા હતા માટે તે આવરણો નીકળે નહિ ત્યાં સુધી સ્વરૂપનો અનુભવ કેવી રીતે થાય ? ઘરમાં દટાયેલા ચરુની ભાળ મેળવી, ખોદી કાઢીને મેળવીએ નહિ ત્યાં સુધી એ ચરુનું હોવાપણું, ચરુથી અજ્ઞાતને ન હોવા બરાબર છે.
આ તો ધ્રુવપદમાં નિરંતર રમતા પાર્થપ્રભુનું સ્વરૂપ શાસ્ત્રાદેશે જાણું, પ્રગટ આત્મજ્ઞાની પુરુષની કૃપાથી શ્રદ્ધામાં અસ્થિમજ્જા થયું, ત્યારે સમજાયું કે પ્રભુનો જેવો આત્મા છે તેવો જ મારો આત્મા છે.
અઘિકરણ વડે કરણ(શરીર) એ સંસારની સ્થાપના છે. ઉપકરણ વડે કરણ એ મોક્ષમાર્ગની સ્થાપના છે.