________________
શ્રી નેમિનાથજી , 1093
$ 1093
પ્રભુ જેવા સમર્થ આત્માનું નિમિત્ત પામીને સ્વથી સ્વમાં લીન થવારૂપ સ્વામીપણાને પામ્યા.
યોગીરાજ આનંદઘનજી મહારાજે પ્રથમ ગાથામાં કરેલ “અષ્ટભવાંતર' શબ્દની અર્થગાંભીર્યતા ચાર ઘાતી અને ચાર અઘાતી કર્મોમાં કરી હતી. અર્થાત્ પુનઃ પુનઃ ભવોની આવૃત્તિ યુક્ત અષ્ટકર્મોથી બંધાવાપણામાં કરેલ અને છેલ્લે તેને છેલ્લી સત્તરમી કડીમાં ચાર ઘાતી અને ચાર અઘાતી કર્મોથી મુકાવાપણાથી સિદ્ધિગતિને પામવા રૂપે બતાવીને પૂર્ણાહુતિ કરી.
રાજીમતિની પૂર્ણતા સુખ' શબ્દની વ્યાખ્યામાં ‘આનંદ’ને નિર્દેશે છે. આનંદ એ અતીન્દ્રિય સુખ છે અને તે આત્માના સ્વભાવમાં સદાયે ભરેલું પડ્યું છે. પર્યાયે અંદરમાં જઈને સુખસમુદ્રમાં ડૂબકી મારીને ચૈતન્ય-ભગવાનનો એટલે આનંદઘન સ્વરૂપ નિજ-પરમાત્માનો ભેટો કર્યો ત્યાં જ આનંદ પ્રગટ્યો. જ્યાંથી આનંદની સરવાણી ફુટે છે તે આનંદશ્રોતનો ભેટો થયો. અનાદિથી અજ્ઞાનભાવે રાગને ભેટતાં જ દુઃખ હતું તે ટળી ગયું. દુઃખનો આત્યંતિક અભાવ થયો અને અવ્યાબાધ અનંત-અમાપ-અપાર-અસીમ સુખના સાગરની લહેર ઊઠી. * અસંખ્યપ્રદેશી આત્મદ્રવ્ય, તેના જ્ઞાનાદિ અનંતગુણો અને તેનું નિર્મળ પરિણમન આ ત્રણે ય થઈને અખંડ આત્મવસ્તુ છે તેને લક્ષમાં લેતાં સમયે સમયે નવો નવો આનંદ પ્રગટે છે જે સમગ્ર આત્મામાં વ્યાપે છે. રાજીમતિનો ઈચ્છાયોગ એ સામર્થ્યયોગમાં પરિણમ્યો અને તેઓ આનંદઘનપદના સામ્રાજ્યને વર્યા. સ્વસ્વરૂપમાં લીન થયા. યોગાવંચક થઈ, ક્રિયાવંચક બની, ફળાવંચકપણાને પામી કૃતકૃત્ય બન્યાકૃતાર્થ થયા.
ઈચ્છા-લક્ષ્ય અને દૃષ્ટિ ઉપર જ સાધનામાર્ગ છે. જેવી ઈચ્છા-લક્ષ્ય અને દૃષ્ટિ તેવો આત્મા !