________________
શ્રી નેમિનાથજી
૧૨ 1083
સતત લક્ષ રહે છે ત્યારે જીવ ધ્યેયના ધ્યાનથી, ધ્યાતા બનતા ધ્યેય સાથે ધ્યાતાનો અભેદ સધાય છે અને ઉપયોગ અકંપદશાને પામે છે અને યોગ અકંપદશા ભણીની યાત્રા શરૂ થાય છે. ઉપયોગ કંપન રહિત થતાં યોગ અકંપનદશા પ્રગટે છે ત્યારે જીવ સિદ્ધત્વને વરે છે.
ધ્યેયનું અવિરત ધ્યાન અર્થાત્ ધ્યેયને પામવાની આતુરતા-તલપ એ તપ છે. ગુપ્તિથી ગુપ્ત અને સમિતિથી સમિત જીવન એ સંયમ છે અને જીવ માત્ર પ્રતિ મૈત્રી, પ્રેમ, અભયદાન એ વ્યવહાર-નયે અહિંસા છે. આમ અહિંસા-સંયમ-તપ રૂપ ત્રિવિધ ધર્મથી આત્મધર્મને પમાય છે. - આત્મા એના મૌલિક સ્વરૂપમાં અક્રિય છે માટે ક્રિયામાંથી અક્રિયતામાં જવું તે સાધના છે. તે સ્વરૂપ ક્રિયા છે. એ માટે જે મહામુનિવરોએ એકાંત-મૌન-સ્થિરાસન અને ધ્યાનની સાધના દ્વારા અસંગયોગ સાધ્યો છે. અસંગ યોગ એ ગુપ્તિ છે, જેનાથી વિપુલ પ્રમાણમાં સિંવર-નિર્જરા સધાય છે. . '
• આત્મા જો પોતે અવસ્થામાં (પર્યાયમાં) અવસ્થિત ન થતાં પોતાના ત્રિકાળી ધ્રુવ આત્મદ્રવ્ય કે જે અધિષ્ઠાતા છે તેમાં અધિષ્ઠાન કરે, તો પ્રત્યેક ક્ષણે આત્મા ઉપરથી સંવર-નિર્જરા સધાવા દ્વારા કર્મોના ધોધના ધોધ ખરી પડે છે. શુદ્ધિકરણની આ પ્રક્રિયામાં સાધકને એ સ્પષ્ટ ખ્યાલ હોવો જરૂરી છે કે શુદ્ધ ચેતનનો એક પણ ગુણ નિચેતન-ચેતન અર્થાત્ મિશ્રચેતનમાં નથી અને મિશ્રચેતનનો એક પણ ગુણ શુદ્ધ ચેતનમાં નથી. - શુદ્ધ ચેતન પોતે અયોગી-અશરીરી છે માટે દેહ ધારણ કરીને રહેલા દેહી આત્માની ચેષ્ટાના માત્ર એણે જોનારા અને જાણનારા જ બની રહેવાનું છે પણ કર્તાપણાના ભાવથી બંધાવાનું નથી અને બંધપરિણામના ભોક્તા બની ભોગી થવાનું નથી. આ કાયગુપ્તિ છે.
સ્વયંની દૃષ્ટિથી સ્વયંની દષ્ટિને એટલે કે જ્ઞાન-દર્શન ઉપયોગને જોવો; તે મોક્ષમાર્ગ છે.