________________
શ્રી નેમિનાથજી , 1077
* ત્રણે યોગના સમ્યક પ્રવર્તનથી ઉપયોગ શુદ્ધ થાય છે અને આ શુદ્ધોપયોગ જ ઉપયોગ-ધૈર્ય દ્વારા મોક્ષનું કારણ બને છે. એ માટે જ વીતરાગ દેવમાં, નિગ્રંથ ગુરુમાં અને પરમ અહિંસામય ધર્મમાં શ્રદ્ધા કરી દેવ-ગુરુ-ધર્મ રૂપ તત્ત્વત્રયીની ઉપાસના કરવાની છે એટલે કે ગુરૂકુલવાસમાં રહી સંતસમાગમ અને સત્સંગ દ્વારા વીતરાગી દેવના વીતરાગ સ્વરૂપને જાણીને એવું જ વીતરાગ સ્વરૂપ પોતાનામાં પણ ભીતરમાં રહેલું છે; તેની દઢ શ્રદ્ધા કરવાની છે અને તેને પ્રગટાવવા રાતદિ ઘોર સાધના કરવાની છે. અસત્નો રંગ ઉતારવાનો છે અને સત્નો રંગ ચઢાવવાનો છે. ટૂંકમાં આત્મજ્ઞાનથી હું પરમાત્મ સ્વરૂપ જ છું એવો આત્મવિશ્વાસ પ્રગટાવવાનો છે - આત્મ-શ્રદ્ધાન દઢ કરવાનું છે અને પ્રતિસમયે શુદ્ધ ઉપયોગવંત બની આત્માચરણ કરી પરમાત્મદશાને પ્રગટાવવાની છે.
સ્વયંના નિજ શુદ્ધાત્મામાં વસવું, સ્થિરતાને પ્રાપ્ત કરવી તે જ સ્વરૂપાચરણ ચારિત્ર છે, કે જે સ્વયંની અનંતશક્તિનો ઉઘાડ કરી દે છે. આ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ, પરથી અત્યંત નિરપેક્ષ હોવાથી મોક્ષના ઉપાયરૂપે પ્રબોધાયેલ છે તેને જ અવધારવાનો, આદરવાનો અને આત્મસાત્ કરવાનો છે.
. કિન્તુ મેં તો સમ્યને બદલે વિપરીત આચરણ કર્યું છે, મારું દર્શન 'તો મોયુક્ત હતું. મારામાં મોહનીય કર્મની બાળવત્તરતા હતી. મોહનીય કર્મનું મૂળ તો રાગ છે. પ્રથમ તો મહકારણ એવા રાગને જ હણવાનો છે. રાગહનનથી જ મોહનન છે. નેમનાથ પ્રભુ પ્રત્યેનો મારો રાગ એ શું મિથ્યા નથી ? પોતાના ત્રિકાળ શુદ્ધ ચૈતન્યમય પરમાત્મ-તત્ત્વને ભૂલીને ઉપયોગને અન્યત્ર લંબાવવો એ શું વ્યાજબી છે? નેમિનાથ પ્રભુ પ્રત્યેનો મારો સ્નેહરાગ-કામરાગ તે પણ મહાવિકાર છે, એ મોહ છે. જેનાથી કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ ઉત્પન્ન થાય છે, જેનાથી સાંસારિક
અન્ય વસ્તુઓ, વ્યક્તિઓ અને જીવ માત્ર સાથેનું વિવેકપૂર્ણ જીવન, સવ્યવહાર અને સદુપયોગ એ સદાચાર છે. એ ઘર્મપુરુષાર્થ છે.