________________
1060 , હૃદય નયન નિહાળે જગધણી
પણ અમારા લોકમાં તે ઘટતું નથી. તેથી તમે કદાપિ અમારી ન્યાતના થનારા નથી, તમે અમારા જેવા કોઈપણ લક્ષણો ધરાવતા નથી, તેથી તમે ન્યાત બહાર છો! તમારામાં રહેલ ગુહ્યતા, અનેકાન્તિકતા, બ્રહ્મચારીપણું, વગેરે અમારી ન્યાતમાં રોગ-સમાન ગણત્રીમાં લીધેલ છે. અમે આવા રોગને કદાપિ સંઘરતા નથી. જો તમે અમારી જેમ માનસ-પરિવર્તનમાં માનનારા ન હોવ તો અમારી સાથેના તમારા સંબંધ આગળ જતાં કેમ વિકસિત થશે ? આમ રાજીમતિ પ્રેમના ઉત્કટપણામાં પોતાની અંદરમાં રહેલ ઉભરાને નેમિનાથ પ્રભુ આગળ ઠાલવતી હતી. પરંતુ જ્યારે ઉભરી બધો બહાર નીકળી ગયો ત્યારે ચિંતનાત્મક ભૂમિકામાં તેને તત્ત્વબોધ લાધ્યો, જાણ્યું કે અગુહ્યપણું, અબ્રહ્મચારીપણું, એકાંતપણું એ બધું એકાન્ત મિથ્યાત્વયુક્ત વિકારીભાવી છે, તેમાં સમ્યમ્ બોધને પામવો એ દુર્લભ છે. પરંતુ જો સાચો ઉપાય હાથ લાગી જાય તો દુર્લભ પણ સુલભ થઈ શકે છે માટે તે અશક્ય તો નથી જ. અનંત જીવો તે પામીને મોક્ષે સિધાવ્યા છે. અત્યારે આ પંચમકાળમાં પણ સમ્યગૂ જ્ઞાન થઈ શકે છે, અનેક જીવોએ તે આરાધ્યું છે. સમ્ય દર્શન-જ્ઞાન-ચારિત્રની અખંડતાને બોધિ કહેવાય છે. સમ્યજ્ઞાન પામવું પણ મહાદુર્લભ કહ્યું છે તો રત્નત્રયની દુર્લભતાની તો શી વાત ? તેમાં પણ સમ્યગદર્શન, જ્ઞાન થયા પછી ચારિત્રદશા પામવી દુર્લભ છે. આવી દુર્લભ બોધિને મુમુક્ષુ આત્માઓ પોતાના આત્મામાં સાધે છે, તે આત્મસ્વભાવને સાધનરૂપ કરીને જ સાધે છે. રાગાદિ પરિણામથી બોધિ ક્યારે પણ સધાતું નથી. નિજ ચૈતન્યતત્ત્વની સન્મુખતાથી જ મોક્ષમાર્ગ સધાય છે. વીતરાગમાર્ગી સન્તોએ આ રીતે દુર્લભબોધિ ધર્મને સાધેલ છે.
અઘાતી કર્મના ઉદયથી થતાં સંયોગોની પ્રાપ્તિ એ તો બાહ્ય ચીજ
આવરણ, એ પુલવ્ય (કાર્પણ વણા) છે. જ્યારે વિકાર એ ચૈતન્યનો અશુદ્ધ પર્યાય છે.