________________
1034 , હૃદય નયન નિહાળે જગધણી
ચેતના વારંવાર નેમિ પ્રભુને પ્રાર્થી રહી છે કે હે નાથ ! હે મારા અંતરના ઘનશ્યામ ! મારી સરાગી-દૃષ્ટિથી જેમ હું તમને જોઉ ! તેવી રીતે આપ પણ એકવાર મારા પ્રતિ એ જ દૃષ્ટિથી નિહાળો, અનુગ્રહથી જુઓ! આપની સાથેનો હસ્તમેળાપ તો દૂર રહ્યો પરંતુ આપે તારામૈત્રક પણ રચ્યું નથી, આંખથી આંખ પણ મિલાવી નથી તો હવે હે નાથ ! એકવાર પ્રેમભરી દૃષ્ટિથી મુજને નિહાળો તો મારા મનના મનોરથ પૂર્ણ થયાનો અહેસાસ રહેશે, મારું કાર્ય સીઝશે, મુજ કાર્ય પૂર્ણ થયું એમ હું માનીશ!
વિવેચન : પર્યાયદૃષ્ટિથી વિચારતાં કડીનો સામાન્ય અર્થ ઉપર પ્રમાણે જણાઈ રહ્યો છે પરંતુ ઊંડાણથી અવલોકતાં સ્તવનની આ તેરમી કડી આધ્યાત્મિક-દૃષ્ટિએ કોઈ જુદો જ ચીલો ચાતરી રહી છે. સ્કૂલદૃષ્ટિથી “રાજીમતિ’ શબ્દને નિહાળીએ તો તે પ્રકૃતિગત ચેષ્ટાથી યુક્ત સામાન્ય નારી-પ્રકૃતિ જણાય, પરંતુ એ જ શબ્દને તત્ત્વદૃષ્ટિથી જોઈએ તો પહેલી કડીમાં જણાવ્યું છે તેમ “રાજી' એટલે આનંદઘન અને મતિ' એટલે ચેતના. અર્થાત્ આનંદઘન ચેતનામાં લહેરાઈ રહેલું પુરુષ ચૈતન્ય તે રાજીમતિ છે. આમ શ્રીમદ્ આનંદઘનજી મહારાજા પોતે જ રાજીમતિરૂપ પ્રકૃતિગત ચેષ્ટાથી પોતાની જ આંતર-વેદનાને ઠાલવી રહ્યા છે. વ્યવહાર-નયે શ્રીનેમિપ્રભુ કે જે નિશ્ચય-નયે નિજ-પરમાત્મા જ છે તેને આવી રહ્યા છે, પ્રાર્થી રહ્યા છે; તેનું પ્રતિબિંબ આ કડીમાં સ્વચ્છ રીતે આલેખાઈ રહ્યું છે. એક જ કડીમાં દ્વિ-અર્થ કરવા દ્વારા તેમની અપૂર્વ લાક્ષણિકતા જણાઈ આવે છે.
પર્યાયદષ્ટિ યુક્ત સમાન્ય અર્થ જેમ જુદો તરી આવે છે તેમ તે જ કડીનો આધ્યાત્મિક અર્થ-દ્રવ્યદૃષ્ટિ યુક્ત અર્થ પણ કોઈ અપૂર્વ સંવેદનાને જગાડે છે. દરેક વસ્તુના લાક્ષણિક અર્થ કરવાની આ જ તેમની
પર”ને સ્વરૂપ બુદ્ધિએ જાણવું તે અધ્યાસરૂપ છે.