________________
1020
હદય નયન નિહાળે જગધણી
આ આત્મામાં જે રાગ-દ્વેષ રૂપ વિકારભાવોની ઉત્પત્તિ થાય છે. ત્યાં પરદ્રવ્યોનો કોઈપણ દોષ નથી પણ સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે. આ સત્યની સ્પર્શના રાગી જનોને જ્યારે થાય છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે રાગ-પરિણામની પ્રાપ્તિ, એ પોતાના અવળા પુરુષાર્થથી જ છે અને તે બંધનું કારણ છે. તેનાથી પોતાનામાં વિરાગીપણું પ્રગટે છે. સ્વયંના ગુણોનું ખેંચાણ વધતાં પોતાના ત્રિકાળ સ્વરૂપને જાણવાનો જે ઇન્કાર હતો તેનો સ્વીકાર થાય છે અને તે ધર્મમાં પરિણત . થાય છે. આમ આશ્રવ અને બંધ-પરિણામથી મુક્ત થવાનો પુરુષાર્થ ટકી રહે છે. સ્વયંનું તત્ત્વ જે નિશ્ચય સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રથી યુક્ત છે તે જ હિતકારી છે.
આમ આત્મામાં એકાગ્ર થઈ શુભાશુભ ઇચ્છાનો રોધ થવા દ્વારા, જે નિજાત્માની શુદ્ધિનું પ્રતપન થાય તેને તપે કહ્યું છે. વિરાગી બનેલ આત્મા શુદ્ધોપયોગની દિશામાં મહાલતાં-મહાલતાં કેવલજ્ઞાન પર્યાય કેમ પ્રાપ્ત થાય ? પૂર્ણ સ્વાધીન નિરાકુલતારૂપ સુખની પ્રાપ્તિ કેમ થાય? તેને પૂર્ણ રીતે જાણીને આત્મસાત્ કરવાનો પુરુષાર્થ પૂર્ણ રીતે આદરે છે. રાગીપણામાં થયેલ સર્વ મિથ્યાત્વાદિ ભૂલોને વિરાગી બનેલો આત્મા સુધારતો જાય છે. આમ રાગ ઘટતો જાય છે, વૈરાગ્ય પ્રગટ થાય છે. આ વૈરાગ્યપણું એ જ સંન્યાસપણું છે જ્યાં સ્વયંને સ્પર્શવાપણું છે, પરદ્રવ્યપરભાવનો અહેસાસ ઓગળી ગયેલ છે, જ્યાં કેવળ વૈરાગ્યમાં જ મહાલવાનું છે. તેથી જ કડીમાં કહ્યું છે ને કે, “વૈરાગી સ્યો રાગ.” વૈરાગ્ય એ સ્વયંની નિપજ છે, પરમ-શૂન્યતા છે, સંસારીભાવથી પરા મુખતા છે, આ જ મહાસમાધિ છે; જ્યાં કોઈ રાગ, દ્વેષ કે મોહભાવની સ્પર્શના જ નથી, જ્યાં સ્વયંમાં કરવાપણું છે. બહિપરિણામોની ધૂલિ પણ સ્પર્શતી
મન-વયન-કાયાના યોગને સ્થિર કરવા તેનું નામ ધ્યાન.