________________
શ્રી નેમિનાથજી , 1005
શ્રેણીએ આ રીતે જ ચઢે છે પરંતુ ઉપરની કક્ષાએ રહેલા જીવો માટે તો શુદ્ધ ઉપયોગમાં રમણતા કરવા સ્વરૂપ, પરમાર્થ પ્રતિક્રમણ જ ઉપાદેય કહ્યું છે. વ્યવહાર પ્રતિક્રમણમાં પણ જ્યારે પાપનો પશ્ચાતાપ, દોષોનો સરળ હૃદયે એકરાર, વગેરે શુભ પરિણતિનું લક્ષ્ય ચૂકાઈ જાય છે ત્યારે તે પ્રતિક્રમણ ક્રિયા-જડતામાં પરિણમે છે અને ત્યારે તે વ્યવહારમાં ટીકાને પાત્ર બને છે.
ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાએ પણ અધ્યાત્મસારના યોગ અધિકારમાં કહ્યું છે કે જેને આત્મામાં જ રતિ છે, આત્મામાં જ તૃપ્તતા છે, જે આત્મામાં જ સંતુષ્ટ છે, તેને બીજી કોઈ ક્રિયાનું પ્રયોજન નથી. સિંહગુફાવાસી મુનિ તેમજ બીજા તેવા પ્રકારના આત્મામાં રમણ કરતાં જીવોની અપેક્ષાએ એ પરમાર્થ પ્રતિક્રમણની સાર્થકતા છે.
જેમાં રતિ અને અરતિનો અવકાશ નિષિદ્ધ થઈ ગયેલો છે તેવા સતત ધ્યાનનું અવલંબન કરીને આત્મામાં રહેલા મહામુનિઓને કઈ ક્રિયાનું પ્રયોજન છે? અર્થાત્ કોઈપણ ક્રિયાનું પ્રયોજન નથી. આ જ દૃષ્ટિને લક્ષ્યમાં રાખીને સમયસારના કર્તા ભગવાનશ્રી કુંદકુંદાચાર્યે સમયસારમાં વ્યવહાર પ્રતિક્રમણને વિષકુંભ કહ્યો છે, વિષના ઝાડ ઉગાડવા સમાન કહ્યો છે કારણકે શુભક્રિયાથી જન્મેલ શુભભાવરૂપ પરિણતિ પુણ્યપરિણામ રૂપ ફળને જ આપે છે અને શુદ્ધ ઉપયોગમાં રમણતા કરવા સ્વરૂપ અમૃત પ્રક્રિયા અને અમૃત-પરિણામની અપેક્ષાએ તો તે શુભ પરિણામ અશુદ્ધતા રૂપ જ છે, જેનાથી કર્મબંધ છે અને તે કર્મબંધથી તો ફરી પાછું જન્મમરણના ચક્કરમાં જ આવવું પડે છે. શુભાશુભ ભાવરૂપ વ્યાપાર એ તો આશ્રવ માર્ગ છે અને આશ્રવ માર્ગને તો જ્ઞાનીઓએ સર્વથા હેય કહ્યો છે. સંવર માર્ગને જ અધ્યાત્મમાં ઉપયોગી ગણ્યો છે. આશ્રવભાવથી તો આત્માનું તેજ હણાય છે. આત્મા પોતાના સ્વરૂપથી પરાશમુખ થાય છે. શુભભાવ
શબ્દનો અર્થ એ તત્વ નથી. શબ્દની પાછળનો આશય એજ ખરું તત્ત્વ છે, એજ શબ્દનો લક્ષ્યાર્થ છે.