________________
998
હૃદય નયન નિહાળે જગધણી
જગતને સ્પર્શે છે-લાભયુક્ત થાય છે. ચંદ્ર તો પોતાના સ્વભાવ ગુણ શીતળતામાં રક્ત છે જો ચંદ્રની ચાંદની દૂર હોવા છતાં સ્વયંનો શીતળતા ગુણ રેલાવીને સર્વને પ્લાવિત કરે છે તેમ સ્વરૂપમાં નિરંતર રમણ કરતા મહાપુરુષો પણ શુદ્ધ ઉપયોગની રમણતાથી સ્વયંની જ્યોતિમાં એક રૂપ થયેલા હોય છે, તેમાંથી સ્પંદિત થતી ઓરા પ્રકાશ-વલય તેમના સાનિધ્યમાં આવનારના આત્મપ્રદેશોને સ્પંદિત કર્યા વગર રહેતા નથી. દૂર રહેલ એવો ચંદ્ર પણ માણેકઠારી પૂનમના દિવસે ચંદ્રપ્રકાશ-ચાંદનીમાં રાખેલી ઔષધિની રોગનિવારણ શક્તિમાં વૃદ્ધિ કરે છે.
વસ્તુતઃ આ સર્વ દૃષ્ટાંતો એક જ વાતનો અંગુલિનિર્દેશ કરે છે કે તીર્થંકરો અને મહાપુરુષોનો યોગ પરમ-કલ્યાણ સ્વરૂપ મનાયો છે. તે જીવમાત્રને મોક્ષગામી બનાવે છે. તીર્થંકરોના દાનધર્મનો મહિમા આ લોકમાં સર્વદા અજેય રહેલો છે. જે કોઇએ પણ તેમના સાનિધ્યને અહોભાવથી અંગીકાર કર્યુ છે, તેઓ પરમ-કલ્યાણના ભાગી બન્યા છે અને જેઓએ તે પરમભાવને અહોભાવથી સ્વીકાર્યો નથી, તેઓએ પોતાના સંસારને અનંતકાળ લંબાવ્યો છે. તેઓ પરમ-લાભથી વંચિત બન્યા છે તેથી જ યોગીરાજ કહી રહ્યા છે ‘સેવક વાંછિત નવિ લહે રે, તે સેવકનો દોષ.’’
*
હવે યોગીરાજ ‘‘અંતે સખીઓની વાત સાચી ઠરી'' તે રીતના રહસ્યવાળી વાત દશમી કડીમાં જણાવે છે કે
-
સખી કહે એ શામળો રે, હું કહું લક્ષણ સેત, મ. ઈણ લક્ષણ સાચી સખી રે, આપ વિચારો હેત.. મનરા..૧૦
અર્થ : હે નાથ ! આપ જ્યારે જાન જોડીને આવી રહ્યા હતા ત્યારે
દૃષ્ટિનો દૃષ્ટા બનનાર, જ્વાલા બનીને દૃષ્ટિને ભસ્મ કરે છે અને તેવા પ્રકારની સાઘના દ્વારા, તે સર્વ વિકારોને-ઘાતિકર્મોને ખત્મ કરે છે.