________________
980
હૃદય નયન નિહાળે જગધણી
આત્મામાં રમણતા હોય છે. સર્વવિરતિ એ બીનશરતી શરણાગતભાવ છે. જ્યારે દેશવિરતિ એ શરતી શરણાગતભાવ છે.
અત્રે પ્રસ્તુત “પ્રેમ કરે જગજન સહુ રે, નિર્વા તો ઓર'માં યોગીરાજ દુન્યવી પ્રેમની વાત કરતા નથી પણ આત્મા પ્રતિનો પ્રેમ દિનપ્રતિદિન કેમ વધતો જાય તેની વાત કરે છે અને તે માટે એકથી છ ભૂમિકામાં પ્રેમનું સ્વરૂપ કેવું હોય છે, તે બતાવે છે અને એમ કહેવા માંગે છે કે સ્વાર્થ લાલસાવાળો, કામ્યભાવવાળો પ્રેમ કે જે મોહ અને અજ્ઞાનના ઘરનો છે તે દૂર કરવા જેવો છે અને ચોથી-પાંચમી-છઠ્ઠી ભૂમિકામાં ઉત્તરોત્તર વિશુદ્ધિને આલિંગતો નિસ્વાર્થ, નિર્વાજ, નિર્મળ પ્રેમ જે આત્માના ઘરનો છે અને મોક્ષ તરફ લઈ જનાર છે, તેવો પ્રેમ કરવા જેવો છે. આવા પ્રેમને જે આત્માઓ પ્રગટાવે છે અને પછી નિરવાહે છે, તેવા જીવો ઓર અર્થાત્ વિરલા હોય છે. વિશુદ્ધ પ્રેમ તરફ પગરણ માંડવા અને તેનો જ લક્ષ્યવેધ કરવો તે વિરલ આત્માનું કર્તવ્ય છે. “નિર્વાહે તે ઓર' એ કડીનો આ રહસ્યાર્થ છે. છઠ્ઠી ભૂમિકામાં રહેલા જીવો આત્મા ઉપર કરેલા પ્રેમને સારી રીતે નિભાવે છે. બાકીની ભૂમિકામાં જીવો આત્મા તરફનો પ્રેમ કરે છે પણ ત્યાં પાછા ફરવાની સંભાવના છે. નિર્વાહ તો એ છે કે એક વખત દેવ-ગુરુ-ધર્મની પ્રાપ્તિ થયા પછી તેમના ઉપદેશાદિમાં ઓતપ્રોત થઇને ધર્મને આત્મસાત્ કરવો અને પરમ શુદ્ધતાને વરવું. આ જ લક્ષ્યવેધ છે-આ જ નિર્વાહ છે. આવા ધર્મથી સંવર અને નિર્જરા તત્ત્વની પ્રાપ્તિ થાય અને મોક્ષ સાધી શકાય.
“પ્રીત કરીને છોડી દે રે, તે શું ન ચાલે જોર'
અધ્યાત્મના માર્ગમાં ઉત્તરોત્તર વિશુદ્ધિની કક્ષાને ઓળંગી જવાની છે. અંતે આત્માની પરમવિશુદ્ધતાને પ્રાપ્ત કરવાની છે. જે પરિણામ
શેયને જાણીને જ્ઞાનમાં સમાય તે અંતરાત્મા.