________________
શ્રી નેમિનાથજી
965
સમજાય તો પણ તેને સાચા માની સમજવાનો પ્રયત્ન કરે.
આત્મ સન્મુખ દૃષ્ટિ રાખીને તેમાં જ લીન બનીને પ્રભુએ વીતરાગી પરિણામની ધારાને ટકાવી છે અને તે દ્વારા ક્ષણે ક્ષણે રાગાદિના ભુક્કા બોલાવ્યા છે. આ જ કર્યું છે. આ સિવાય આહારને લેવો કે છોડવો એ ભગવાને કાંઈ જ કર્યું નથી. સ્વરૂપ લીનતા વધતાં અંદરથી આહારની ઈચ્છા-લાગણી-વિકલ્પ જ ન થાય તેવી આંતરિક સ્થિતિ હતી અને તેથી તે વખતે બહારમાં પણ આહારનો સંયોગ ન થાય તેવી ભવિતવ્યતા હતી માટે બહારમાં આહારનો સંયોગ ન બન્યો ત્યારે તેટલા સમય સુધી પ્રભુએ આહારને છોડ્યો એમ વ્યવહારથીવ્યવહારમાં કહેવાયું.
સાધના કાળમાં સ્વરૂપ લીનતાની અલ્પતા થતાં છઠ્ઠા ગુણઠાણે પ્રભુને તત્ત્વના વિકલ્પ આવે, કર્મની કઠોરતા દેખાતા અભિગ્રહાદિના વિકલ્પ પણ આવે પણ પ્રભુ તે વિકલ્પના સ્વામી થતા ન હતા, તેને પોતાના માનતા ન હતા પણ તેના જ્ઞાતા-દષ્ટા હતા માટે તત્ત્વથી પ્રભુએ તેને કર્યું એમ ન કહેવાય પણ નિમિત્ત-નૈમિત્તિકભાવથી થયું કહેવાય. જ્યારે અજ્ઞાની વિકલ્પોનો કર્તા બને છે. સ્વામી બને છે આ - કરે છે માટે ત્યાં આગળ તેણે કર્યું, એમ કહેવાય. જ્ઞાનીને બધું થયા કરે અને અજ્ઞાની બધું કર્યા કરે. આ હતો પ્રભુનો સાધના માર્ગ અને તે જ માર્ગે યોગીરાજ આગળ વધી રહ્યા છે અને આપણને પણ તે વિશુદ્ધમાર્ગે આગળ વધવાનો નિર્દેશ કરે છે.
પ્રભુએ આંતર-સ્વભાવની સન્મુખ થઈને અતીન્દ્રિય આનંદનું વેદન કર્યું છે. રાગરહિત સહજ આત્મા તરફના વલણમાં નિરાકુળ શાંતિ અને વીતરાગી આનંદના શેરડા પ્રગટે તેનું નામ ધર્મ છે. જેમ
જે આત્મચિંતા ન કરે તે સંડી હોય તો પણ અસંસી જેવો જ છે.